આયુષ્યમાન કાર્ડ હોવા છતાં અમદાવાદની 26 હોસ્પિટલે દર્દીઓ પાસેથી રૂપિયા પડાવ્યાનો ખુલાસો થયો છે. વિધાનસભામાં અદમાવાદની હોસ્પિટલોમાં આષુષ્યમાન કાર્ડ હોવા છતાં દર્દીઓને લૂંટવાની ઘટનાઓ બનતી હોવાનો પ્રશ્ન ચમક્યો હતો. રાજ્યના આરોગ્યમંત્રીએ જણાવ્યુ કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં આયુષ્યમાન કાર્ડ યોજનાની માન્યતા ધરાવતી કેટલીક ટ્રસ્ટ અને ખાનગી હોસ્પિટલોએ આયુષ્યમાન કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી રૂપિયાની વસૂલાક કર્યાની બે વર્ષમાં કુલ 55 ફરિયાદો મળી હતી.


આવા બનાવો બનતા અટકાવવા અને આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલો દર્દીઓ પાસે રૂપિયા ન પડાવે તે માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે દર ગુરુવારે જિલ્લા ખાતે સ્ટિયરિંગ કમિટીની બેઠકમાં કલેક્ટર કક્ષાએ જિલ્લા ફરિયાદ નિવારણ કમિટીની બેઠકમાં લાભાર્થી દર્દી અને હોસ્પિટલના સંચાલકોને રૂબરૂ બોલાવી રજૂઆતો સાંભળવામાં આવે છે અને જો ફરિયાદમાં તથ્ય હોય તો કાર્યવાહી થાય છે.


એવામાં 55 ફરિયાદો મળતા અમદાવાદની 26 ખાનગી હોસ્પિટલ કે જેઓ આયુષ્યમાન કાર્ડની માન્યતા ધરાવે છે. જેમને નોટીસ ફટકારી દંડ વસૂલાયો છે. આ તમામ હોસ્પિટલો પૈકી શિવાલિક હોસ્પિટલ પાસેથી 4 લાખ 77 હજાર, એઈમ્સ હોસ્પિટલ પાસે 1 લાખ 14 હજાર 790, જીસીએસ પાસેથી 66 હજાર 914, નરોડાની શેલ્બી હોસ્પિટલ પાસેથી 36 હજાર 950, કાનબા પાસેથી 57 હજાર 414 રૂપિયાનો દંડ વસૂલાયો છે.


કઈ હોસ્પિટલને કેટલો દંડ?



  • જી.સી.એસ.હોસ્પિટલને રૂ. 66,914નો દંડ

  • નરોડા શેલ્બી હોસ્પિટલને રૂ.36,950નો દંડ

  • તપન હોસ્પિટલને રૂ. 4,000નો દંડ

  • એઇમ્સ હોસ્પિટલને  રૂ. 1,14,790નો દંડ

  • સિંધુ હોસ્પિટલને રૂ.12,150નો દંડ

  • આઇકેડીઆરસી સિવિલ કેમ્પસને રૂ. 27,333નો દંડ

  • ગ્લોબલ હોસ્પિટલને રૂ.4,678નો દંડ

  • આનંદ સર્જિકલ હોસ્પિટલને રૂ.11,500નો દંડ

  • આસ્થા ઓર્થોપેડિક હોસ્પિટલને રૂ.12,500નો દંડ

  • કાનબા હોસ્પિટલને રૂ.57,414નો દંડ

  • શિવાલિક હોસ્પિટલને રૂ. 4,07,700નો દંડ

  • હેલ્થ વન હોસ્પિટલને રૂ.6800નો દંડ

  • અર્થમ હોસ્પિટલને રૂ. 300નો દંડ

  • ભાગ્યોદય હોસ્પિટલને રૂ. 3070નો દંડ

  • કોઠિયા હોસ્પિટલને રૂ. 9200નો દંડ

  • નરિત્વા હેલ્થ કેર પ્રાઇવેટ લિમીટેડને રૂ. 2,000નો દંડ

  • પાર્થ હોસ્પિટલને રૂ. 6800નો દંડ

  • પીએચસી કુમારખાનને રૂ. 1700નો દંડ

  • રાજસ્થાન હોસ્પિટલને રૂ. 300નો દંડ

  • રૂક્ષ્મણી હોસ્પિટલને રૂ. 600નો દંડ

  • સંત મુનિસેવા આરોગ્ય ધામને રૂ. 2300નો દંડ

  • એસવીપી હોસ્પિટલને રૂ. 3300નો દંડ

  • શક્તિ જનરલ હોસ્પિટલને રૂ.13,100નો દંડ

  • શાલીન હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડને રૂ.600નો દંડ

  • એમએમટી, એમએમએસ હોસ્પિટલને રૂ.400નો દંડ

  • ગુજરાત કેન્સર હોસ્પિટલને રૂ. 600નો દંડ