નાવિન્યપૂર્ણ અને ટકી શકે તેવું સોલ્યુશન પુરું પાડવાના ભાગરૂપે ખેડા જિલ્લાનાં ગામિજ વિસ્તારના શત્રુંડા ગામમાં ‘વોટર પાવર ટ્રી’ સ્થાપિત કરવામાં આવ્યું હતું. વોટર પાવર ટ્રી સિસ્ટમ એવી પધ્ધતિ છે કે જે વૈકલ્પિક સૌર ઉર્જાનો ઉપયોગ કરીને દૂષિત પાણીને પીવા યોગ્ય શુધ્ધ અને ચોખ્ખા પાણીમાં રૂપાંતરિત કરે છે. અત્યાધુનિક અને સ્વનિર્ભર એવું વોટર પાવર ટ્રી શત્રુંડા ગામમાં 4000થી પણ વધુ લોકોને શુધ્ધ અને ચોખ્ખું પીવાનું પાણી પુરું પાડશે. સોલાર પાવર્ડ આરઓ સિસ્ટમ વોટર પાવર ટ્રીને અંતરિયાળ ભાગોમાં પાણીને શુધ્ધ કરવા વાપરી શકાય છે અને પરંપરાગત પાવર્ડ સિસ્ટમની સરખામણીમાં તેનો ખર્ચ નજીવો આવે છે
આ નાવિન્યપૂર્ણ પગલાંને ઈમેજિન પાવર ટ્રી પ્રા. લિ. (પીડીપીયુ આઈઆઈસીમાં સ્થાપિત સ્ટાર્ટઅપ) દ્વારા અમલી બનાવવામાં આવ્યું હતું. ખેડાનાં શત્રુંડા ગામનાં લોકો 1600 ટીડીએસ જેટલું પાણી ઘણા વર્ષોથી અન્ય યોગ્ય વિકલ્પનાં અભાવે વાપરી રહ્યાં હતાં. જેનાથી તેમના સ્વાસ્થ્ય પર વિપરિત અસર જોવા મળતી હતી. વોટર પાવર ટ્રીને કારણે શત્રુંડા ગામનાં લોકોને 4000 લિટર જેટલું સ્વચ્છ અને સ્વનિર્ભર પીવાનું પાણી દરરોજ ઉપલબ્ધ બનશે, જે 150 ટીડીએસ ધરાવે છે. પરિણામે ગામ લોકોનું સ્વાસ્થ્ય અને જીવનધોરણ સુધરશે.
મુકેશ અંબાણીએ સતત 11માં વર્ષે ન વધાર્યો પગાર, જાણો કેટલી લે છે સેલરી
લાંબા વિરામ બાદ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ શરૂ થયો વરસાદ, જાણો વિગત
લગ્ન બાદ પ્રિયંકાએ સેલિબ્રેટ કર્યો પ્રથમ બર્થ ડે, તસવીરો થઈ વાયરલ