ગુજરાતમાં કોરોનાએ મચાવ્યો હાહાકારઃ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ કેટલા નોંધાયા કેસ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Jun 2020 12:34 PM (IST)
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 9 જિલ્લામાં કોરોનાના કુલ 31 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ભરુચ અને આણંદ જિલ્લામાં સાત-7 કેસ નોંધાયા છે.
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે અમદાવાદ, સુરત અને વડોદરા સિવાયના જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં કેસો સામે આવી રહ્યા છે. ત્યારે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 9 જિલ્લામાં કોરોનાના કુલ 31 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ભરુચ અને આણંદ જિલ્લામાં સાત-7 કેસ નોંધાયા છે. આ સિવાય પાટણ જિલ્લામાં પાંચ કેસ, બનાસકાંઠા જિલ્લામાં 3 કેસ, મોરબીમાં 3 કેસ, નવસારીમાં 3 કેસ, અમરેલીમાં એક કેસ, મહીસાગરમાં એક કેસ અને રાજકોટમાં એક કેસ નોંધાયો છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 25 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 520 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 27 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 25 હજાર 148એ પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1561 પર પહોંચ્યો છે. આજે 348 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેની સાથે અત્યાર સુધી 17438 દર્દીઓ સ્વસ્થ થયા છે. ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગર- 16, ભરુચ-7, જામનગર- 6, જુનાગઢ- 5, ભાવનગર 4, રાજકોટ 4, આણંદ-4, પાટણ-4, ખેડા 4, મહેસાણા 3, ગીર સોમનાથ 3, બનાસકાંઠા 2, અરવલ્લી 2, સુરેન્દ્રનગર 2, દેવભૂમિ દ્વારકા, 2, અમરેલી 2, મહીસાગર 1, સાબરકાંઠા 1, બોટાદ 1, દાહોદ 1, નવસારી 1, નર્મદા 1, મોરબી 1 અને અન્ય રાજ્યના 4 કેસ નોંધાયા છે.