હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે અમદાવાદમાં યુવાનો બેદરકાર હોવાની અધિક મુખ્ય સચિવની ટકોર બાદ પ્રશાંસન હરકતમાં આવ્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા અમદાવાદ એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને ત્રણ જેટલા કેફેને સીલ કર્યાં હતાં.
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમદાવાદમાં યુવાનો બેદરકાર હોવાની અધિક મુખ્ય સચિવની ટકોર બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટે અમદાવાદના એસજી હાઈવે, પ્રહલાદનગર અને સિંધુભવન રોડ પર ચેકિંગ હાથ ધર્યું હતું તે સમયે ત્રણ કેફેને સીલ કર્યાં હતાં.
અમદાવાદ મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટે ‘ડોન કા અડ્ડા’, ‘રતલામ કેફે’ અને ‘કિચન એન એન્જીનિયર્સ’ નામના ત્રણ કેફે સીલ કર્યાં છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમની તપાસ દરમિયાન અનેક યુવાનો માસ્ક વગર બેઠેલા પણ નજરે પડ્યા હતાં.
અમદાવાદના આ પોશ વિસ્તારમાં કયા ત્રણ જાણીતાં કેફેને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટે સીલ કર્યાં? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2020 08:06 AM (IST)
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમદાવાદમાં યુવાનો બેદરકાર હોવાની અધિક મુખ્ય સચિવની ટકોર બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટે અમદાવાદના એસજી હાઈવે, પ્રહલાદનગર અને સિંધુભવન રોડ પર ચેકિંગ હાથ ધર્યું હતું
- - - - - - - - - Advertisement - - - - - - - - -