અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાદરા નગર હવેલી, દમણ, ડાંગ અને નવસારીમાં આજે ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત ભાવનગર , અમરેલી, પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધી સારો વરસાદ રહ્યો છે. અન્ય ભાગમાં હજી વરસાદની જરૂરિયાત છે. આવતીકાલથી વરસાદનું પ્રમાણ ઓછું થશે. રાજ્યમાં અત્યાર સુધી 35 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે વહિવટી તંત્ર અલર્ટ કરાયું છે. જીલ્લા તંત્ર સાથે અલગ અલગ જીલ્લામા 9 એનડીઆરએફની ટીમોને પણ સ્ટેંડ બાય કરવામા આવી છે. આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદની પડી શકે છે.
રાજ્યના અલગ અલગ 9 જિલ્લામાં એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યારે વડોદરા હેડ ક્વાર્ટર પર 4 ટીમ સ્ટેન્ડ ટુ અને ગાંધીનગરમાં 2 ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ છે. રાજ્યમાં કુલ 15 NDRFની ટીમ સ્ટેન્ડ ટુ કરાઈ છે.
ગુજરાતના કયા કયા જિલ્લામાં આજે પડશે ભારે વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jul 2020 01:50 PM (IST)
આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાદરા નગર હવેલી, દમણ, ડાંગ અને નવસારીમાં આજે ભારે વરસાદ આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -