અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત પણ આપી રહ્યા છે, ત્યારે આપણે એવા જિલ્લાની વાત કરવા જઈ રહ્યા છીએ, જે જિલ્લામાં ગુજરાતમાં સૌથી છેલ્લે કોરોનાની એન્ટ્રી થઈ હતી. આપણે વાત કરી રહ્યા છીએ અમરેલી જિલ્લાની.
અમરેલી જિલ્લામાં ગુજરાતમાં સૌથી છેલ્લે કોરોનાની એન્ટ્રી થઈ હતી. જોકે, હવે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમજ જિલ્લામાં અત્યારે કોરોનાના 50થી વધુ કેસો થઈ ગયા છે. ત્યારે આજે પણ અમરેલી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે. અમરેલીના લીલીયા રોડ પર રહેતા 45 વર્ષીય પુરુષ, સાવરકુંડલાના જેસર રોડ પર રહેતા 12 વર્ષીય કિશોર, બગસરાના લૂંધિયા ગામના 46 વર્ષીય પુરુષ અને અમરેલીના પાણીયા ગામના 55 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જિલ્લામાં કોરોનાને લઈને 5 લોકોના મોત થયા છે. જ્યારે 26 લોકો રિકવર થયા છે. તેમજ હાલ, 25 એક્ટિવ કેસ છે. જિલ્લામાં કુલ 56 કેસ કોરોનાં પોઝિટિવ કેસ છે.
અમરેલીમાં છેલ્લા પાંચ દિવસના કેસો
26 જૂન - 4 કેસ
25 જૂન- 3 કેસ 2 રિકવર
24 જૂન - 4 કેસ 4 રિકવર
23 જૂન- 1 કેસ 3 રિકવર
22 જૂન- 2 કેસ 1 રિકવર