અમદાવાદઃ ગુજરાતીઓએ કોઈ પણ સારાં કામ કરી લેવાં હોય તો 30 જૂન સુધીનો સમય છે. એ પછી પાંચ મહિના સપધી કોઈ પણ સારાં કામ નહીં કરી શકાય. તેનું કારણ એ છે કે, 1 જુલાઈથી ચાતુર્માસ શરૂ થાય છે અને હિંદુ પરંપરામાં ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય નહીં કરવાની પરંપરા છે. 1 જુલાઈએ દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થઇ રહ્યા છે. ચાતુર્માસનો અર્થ આમ તો ચાર મહિના થાય પણ આ વખતે અધિક માસ પણ હોવાથી પાચં મહિના સુધી સારાં કામ નહીં કરી શકાય.


ચાતુર્માસને અશુભ માનવામાં આવે છે તેથી હિંદુઓ આ સમયગાળામાં સારાં કામ કરવાથી દૂર રહે છે. આ સમયગાળામાં શુભ કામ કરી વર્જિત હોય છે. દેવશયની એકાદશીથી દેવઊઠની એકાદશી વચ્ચેના સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ વર્ષે અધિક માસ હોવાના કારણે ચાતુર્માસ ચારની જગ્યાએ પાંચ મહિના સુધી રહેશે. અધિક માસના કારણે શ્રાધ્ધ પક્ષ પછી આવતાં બધા જ તહેવાર લગભગ 20 થી 25 દિવસ મોડાં શરૂ થશે.