અમદાવાદઃ કોરોનાની મહામારીને કારણે સમગ્ર ગુજરાતમાં ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક સ્થળો ખોલવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જોકે, અનલોક-1માં આઠમી જૂનથી મંદિરો ખોલવાની મંજૂરી મળતા ગુજરાતમાં અનેક જગ્યાએ મંદિરો ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે આજથી નગરદેવી ભદ્રકાળીના દ્વાર પણ ખુલશે. પરંતુ ભક્તો ગર્ભ ગૃહમાં નહીં જઇ શકે.


મંદિરનો જે મુખ્ય પ્રવેશદ્વાર છે ત્યાંથી જ માઇભકતો ભદ્રકાળીના દર્શન કરી શકે તેવું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ભક્તોમાં સોશિયલ ડિસ્ટન્સ રહે તે માટે સર્કલ બનાવવામાં આવ્યા છે. મંદિરના પટાંગણમાં આવે ત્યાં એક કાઉન્ટર પર હાથ ધોઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશે ત્યારે ભક્તોને સેનેટાઈઝર આપવામાં આવશે.