અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડ મામલે દિવસેને દિવસે એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ અંગે એક મોટી વાત સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર  2 આરોપી વિદેશ ભાગી ગયા હોવાની સંભાવના છે. આ ઉપરાંત તમામ આરોપીઓએ પોતાના મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી લીધા છે. એક આરોપીનો મોબાઇલ ચેન્નઈથી અને બીજા આરોપીનો મોબાઇલ રાજસ્થાનથી સ્વીચ ઓફ થયો છે. 


કૌભાંડની તપાસ માટે સરકારી સીએની નિમણૂક 


નોંધનિય છે કે, ખ્યાતિ હોસ્પિટલ અને આરોપીઓના 15 જેટલા બેંક ખાતાઓ સીઝ કરવામાં આવ્યા છે. સમગ્ર કૌભાંડમાં મિલન પટેલ, રાહુલ જૈન અને ચિરાગ રાજપુત મોટા ખેલાડીઓ છે. આ ત્રણેય સાથે મળીને ગામડાઓમાં મેડિકલ કેમ્પનું આયોજન કરતા હતા. મિલન, ચિરાગ અને રાહુલ વિરુદ્ધ ભૂતકાળમાં પણ ગુનાઓ નોંધાયા છે. તપાસમાં હોસ્પિટલમાંથી કાચી રસીદ અને કાચા રિપોર્ટ મળી આવ્યા છે. 
ડોક્ટરના સહી સિક્કા વગરની રસીદ અને રિપોર્ટ મળી આવ્યા છે. નિષ્ણાંત તબીબોની પેનલ તપાસમાં ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા ઓપરેશનમાં બેદરકારી સામે આવી છે.


તો બીજી તરફ ડોક્ટર પ્રશાંત વજુરાણીની આવતીકાલે કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ માંગવામાં આવશે.  ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ 2022 માં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવી હતી. ભૂતકાળમાં કેમ્પનું આયોજન કરનાર ચિરાગ રાજપુત, મેલિન પટેલ, રાહુલ જૈનની ટોળકી કેમ્પનું આયોજન કરતી હતી.


ખ્યાતિ હોસ્પિટલ આરોપીઓએ 2021માં ખરીદી હતી. હોસ્પિટલ ખરીદી બાદમાં તેઓએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કોભાંડ શરૂ કર્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં દરરોજ એવરેજ ત્રણથી ચાર હદયની સર્જરી થતી. ખ્યાતિ હોસ્પિટલનું કરોડોનું કૌભાંડ છતાં કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવાતો ન હતો. ભૂતકાળમાં અનેક નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ તબીબો ખ્યાતિ હોસ્પિટલમાં નોકરી છોડીને જતા રહ્યા હતા.


હવે આ તમામ ખુલાસા બાદ PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) માં સંડોવાયેલા અધિકારીઓની પણ તપાસ થશે. ચિરાગ રાજપુત, મિલન પટેલ અને રાહુલ જૈનના ઘરે તાળા તોડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. મિલન પટેલ અને રાહુલ જૈનનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત ખ્યાતિ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં બીજા ડિપાર્ટમેન્ટ મૃતહાલતમાં હતા. એકમાત્ર કાર્ડિયોલોજી વિભાગ જ ધમધમતો હતો. હવે મામલે કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો....


ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ