Pahalgam News: ઉનાળામાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં ફરવા જાય છે. જોકે ક્યારેક તેમની સાથે કરૂણ ઘટના પણ બને છે. અમદાવાદથી જમ્મુ-કાશ્મીરના પહલગામ ફરવા ગયેલા બે ગુજરાતીઓના રાફ્ટિંગ સમયે મોત થયા છે. બંને મૃતકો અમદાવાદના રહેવાસી છે.


પહલગામમાં રાફ્ટિંગ અકસ્માતમાં બે પ્રવાસીઓના મોત થયા છે જ્યારે એકનો બચાવ થયો છે. રાફ્ટિંગ બોટ અકસ્માતમાં મૃતકની ઓળખ પટેલ શર્મિલાબેન ભીખાભાઈ, સૈજપુરબોઘા, અમદાવાદ અને પટેલ ભીખાભાઈ અંબાલાલ, સૈજપુરબોઘા, અમદાવાદ તરીકે થઈ છે. હાલ બંનેના મૃતદેહ એસડીએચ પહેલગામ ખાતે છે. એક યુવતિને નદીમાંથી બચાવી લેવામાં આવી છે, જેની ઓળખ મુસ્કાન ખાન તરીકે કરવામાં આવી છે, તેને જીએમસી અનંતનાગમાં રીફર કરવામાં આવી છે, તેણીની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.


સહકાર ક્ષેત્રમાં સુધારા કરવા મંત્રી જગદીશ પંચાલે શું લીધો મોટો નિર્ણય?


સહકાર ક્ષેત્રમાં સુધારા કરવા મંત્રી જગદીશ પંચાલે મોટો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર સહકાર ક્ષેત્રમાં સુધારા કરવા માત્ર નામ પૂરતી ચાલુ ગણાતી સહકારી મંડળીઓ બંધ કરવામાં આવશે. સાથે જ ભૂતિયા સભાસદોની સદસ્યતા પણ રદ્દ કરવામાં આવશે. ઉપરાંત જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનું ઓડિટ કરવાના પણ મંત્રીએ આદેશ આપ્યા હતા. આંતર જિલ્લા ઓડિટ કરવામાં આવશે. ત્રણ લાખ જેટલા સભાસદો અને 6 હજાર જેટલી મંડળીઓ ભૂતિયા હોવાની પ્રાથમિક માહિતી છે. સી ગ્રેડ સહકારી મંડળીઓને બી અને એ ગ્રેડની ગ્રેડની મંડળી બનાવવાના ભાગરૂપે આ પ્રયાસ છે.


સુરતમાં વિદ્યુત સહાયક પરીક્ષામાં કૌભાંડ આચરીને આરોપીઓએ લાખો રૂપિયાની કરી કમાણી


સુરતમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વીજ કંપનીઓની વિદ્યુત સહાયકની ઓનલાઇન પરીક્ષામાં રૂપિયા લઇને પાસ કરતી ગેંગનો સુરત ક્રાઇમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મામલે આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની તપાસમાં મોટા ખુલાસાઓ થયા હતા. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓ વિદ્યુત સહાયકની ઓનલાઇન પરિક્ષામાં ગેરરીતિ કરી રૂપિયા કમાયા હતા. આરોપી ઉવેશ 90 લાખ રૂપિયા કમાયો હતો જ્યારે આરોપી ઇન્દ્રવદન 50 હજાર કમિશન લેતો હતો. આરોપીઓએ આંગડિયાથી રૂપિયા ટ્રાન્સફર કર્યાની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. લાખો રૂપિયાના કૌભાંડમાં પકડાયેલા બંને આરોપીઓ સહિત અન્ય આરોપીઓએ આંગડીયા મારફતે અલગ અલગ શહેરોમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાને લઇને તપાસ શરૂ કરાઇ હતી. બંને આરોપી પૈકી આરોપી ઉવેશ મોહંમદ રફીક કાપડવાલાએ ગેરીરીતિ આચરીને 80થી 90 લાખનો ફાયદો મેળવ્યો હતો. જ્યારે અન્ય આરોપી ઇન્દ્રવદન અશ્વિનકુમાર પરમારે એજન્ટ તરીકે એક ઉમેદવાર દીઠ 50 હજારનું કમિશન મેળવ્યું હતું.