અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત સર્જાયો હતો. નેશનલ એક્સપ્રેસ વે 1 પર અમદાવાદથી લગભગ 10 કિમી પહેલા બે ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે બંન્ને ટ્રકમાં આગ લાગી ગઇ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
મળતી જાણકારી અનુસાર, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વહેલી સવારે 4 વાગ્યાને 15 મિનિટે બે ટ્રકની ટક્કર બાદ આગ લાગી હતી. એક ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. ટ્રકો સંપૂર્ણપણે બળી ગયા છે. અધિકારીઓએ કહ્યું છે કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
સ્ટેશન ફાયર ઓફિસરે કહ્યું હતું કે "આજે સવારે લગભગ 4:15 વાગ્યે એક ટ્રક અહીં ઉભી હતી ત્યારે બીજી ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. એક ટ્રક ડ્રાઈવર ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે"