અમદાવાદઃ વેલેન્ટાઇન ડેની આગલી રાતે મુંબઈથી અમદાવાદ આવેલી યુવતીને દારૂ પીવડાવી બે યુવકોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મુંબઈની યુવતી ઇવેન્ટ મેનેજમેન્ટના કામ માટે અમદાવાદ આવી હતી. આ બળાત્કારમાં એક યુવતીની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ અંગે યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં ગુનો નોંધી એક યુવક અને યુવતીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક ફરાર છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, મુંબઈ ખાતે રહેતી યુવતી ગત 13મી ફેબ્રુઆરીએ તેની અન્ય છ ફ્રેન્ડ્સ સાથે અમદાવાદ ઇવેન્ટના કામથી આવી હતી. તેમજ આ યુવતીઓ નારોલના આકૃતિ ટાઉનશીપ ખાતે રોકાઇ હતી. રાત્રે આ એપાર્ટમેન્ટમાં એક યુવતી અને બે યુવકો આવ્યા હતા. તેમજ તમામે સાથે દારૂની પાર્ટી કરી હતી.
દરમિયાન પીડિત યુવતીને ઉંઘ આવી જતા તે સોફામાં જ સૂઈ ગઈ હતી. જેને આ ત્રણેય બેડરૂમમાં ઉંચકીને લઈ ગયા હતા. જ્યાં બંને યુવકોએ યુવતી સાથે વારાફરતી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી ત્રણેય યુવકો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં યુવતી જાગી ગઈ હતી. જાગેલી યુવતીને ગુપ્ત ભાગે દુઃખાવો થવા લાગ્વયો હતો. જેથી તેને બળાત્કાર થયો હોવાની જાણ થતાં તેણે પોતાની અન્ય ફ્રેન્ડસ સાથે અહીં નથી રોકાવું અને મુંબઈ જતા રહેવાનું કહી ત્યાંથી નીકળી ગઈ હતી.
બીજી તરફ ફ્લેટના રહિશો જાગી જતાં એક યુવક ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે યુવક અને યુવતીને લોકોએ પકડી લીધા હતા. જ્યારે યુવતીને ગુપ્ત ભાગે દુઃખાવો થતો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ પછી યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરતાં યુવક અને યુવતીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક યુવક ફરાર છે.
Ahmedabad : વેલેન્ટાઇન ડેની આગલી રાતે મુંબઈની યુવતીને દારૂ પીવડાવી બે યુવકોએ માણ્યું શરીરસુખ ને પછી....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Feb 2021 09:40 AM (IST)
, મુંબઈ ખાતે રહેતી યુવતી ગત 13મી ફેબ્રુઆરીએ તેની અન્ય છ ફ્રેન્ડ્સ સાથે અમદાવાદ ઇવેન્ટના કામથી આવી હતી. તેમજ આ યુવતીઓ નારોલના આકૃતિ ટાઉનશીપ ખાતે રોકાઇ હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -