અમદાવાદ: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે વાહનોની સંખ્યામાં વધારો, રસ્તાઓ પર ભીડમાં વધારો અને ત્યારબાદ માર્ગ અકસ્માતોમાં વધારાની સંખ્યાને જોતા ''ગ્લોબલ રોડ સેફટી વીક''ની ઉજવણી શરુ કરી હતી. આ અંતગર્ત આજ રોજ UNICEF દ્વારા આયોજિત  ''ગ્લોબલ રોડ સેફટી વીક'' ઉજવણી અંતર્ગત લોકોને ટ્રાફિક રૂલ્સ અને રોડ સેફટી જાળવવા અંગે અમદાવાદ શહેર ટ્રાફિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 




અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલી હેપ્પી સ્ટ્રીટ ખાતે 'ગ્લોબલ રોડ સેફટી વીક'ની ઉજવણી કરી હતી. આ દરમિયાન લોકોમાં ટ્રાફિકને લઈ જાગૃતતા આવે અને રોડ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરી શકાય તેને લઈ લોકોને માહિતી આપવામાં આવી હતી. 


આ 'ગ્લોબલ રોડ સેફટી વીક'ની ઉજવણી કરવાનો ઉદેશ્ય અકસ્માત નિવારવા અને લોકોને ટ્રાફિકને લઈને જાગૃત કરવાનો છે. આ સાથે જ લોકોમાં ટ્રાફિક રુલ્સ અને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ છે. 




ટ્રાફિક પીઆઈ શક્તિસિંહ ગોહીલ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.   'ગ્લોબલ રોડ સેફટી વીક' ઉજવણી અંતર્ગત લોકોને ટ્રાફિક રૂલ્સ અને રોડ સેફટી જાળવવા અંગે અમદાવાદ શહેર ટ્રાફિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.