Gujarat Assembly Election 2022: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની જાહેરસભા યોજાઈ હતી. ગાંધીનગર દક્ષિણ બેઠક પરના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના પ્રચારમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે અમિત શાહે કહ્યું કે, કઈ ઓછું પડે તો અલ્પેશ ઠાકોરનો વાંક ન કાઢતા. મારા અને શંભૂજીના કાન પકડજો. મારી ગેરેંટી છે. વિકાસ ગાથા આગળ વધશે. દેશભરમાં કોઈ જગ્યાએ આપણા જેવો શહેરી વિકાસ ક્યાંય નથી જોયો.


 






કોંગ્રેસ 32 વર્ષથી સત્તામાં નથી. કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવે છે. કોંગ્રેસ શાસનમાં રાજ્ય કોમી રમખાણોમાં સળગતું હતું. કોંગ્રેસ માત્ર વોટ બેન્ક બચાવવાની રાજનીતિ કરે છે. 2002 પછી એકેય કોમી છમકલું નથી થયું. ભાજપ શાસનમાં રથયાત્રા ક્યારેય નથી રોકાઈ. ભાજપ શાસનમાં શાંતિ સ્થપાઈ છે. 24 કલાક વીજળી આપવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. ગુજરાતની સરહદ સુરક્ષિત કરી એટલે આતંકનો રસ્તો બંધ થયો. વધુ મૂડી રોકાણ ગુજરાતને મળતું થયું છે. દેશની કુલ નિકાસના 30 ટકા નિકાસ ગુજરાતમાંથી થાય છે. કોંગ્રેસે હંમેશા ગુજરાતને અન્યાય કર્યો છે. 


AIMIM ના ઉમેદવારને અમદાવાદમાં થયો કડવો અનુભવ


આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સાથે સાથે ઓવેસીની પાર્ટી AIMIM એ પણ ઝંપલાવ્યું છે. શાહપુર મિલ કમ્પાઉન્ડમાં AIMIM ને કડવો અનુભવ થયો છે. AIMIM પ્રમુખ ઓવેસી અને અમદાવાદના ઉમેદવાર સાબિર કાબલીવાલા સહિત ટેકેદારો સામે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા છે. ઓવેસી "GO BACK" ના નારા સ્થાનિકોએ લગાવ્યા હતા. સમગ્ર ઘટના શુક્રવારે બની હોવાની માહિતી સામે આવી છે.


સતત બીજા દિવસે અમદાવાદમાં PM મોદીનો રોડ શો


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીનો અમદાવાદમાં સતત બીજા દિવસે મેગા રોડ શો યોજાયો છે. આ રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીને જોવા માટે લોકો મોટી સંખ્યામાં રસ્તા પર જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીનો રોડ શો શાહીબાગથી શરુ થયો છે. રાત્રે સરસપુરમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ   નગરદેવી ભદ્રકાળી માતાનાં દર્શન કર્યા હતા. 


રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું હતું. અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીએ નરોડાથી ચાંદખેડા ગામ સુધી અમદાવાદ શહેર અને ગાંધીનગરની એક કુલ 14 બેઠકને આવરતો 54 કિમીનો લાંબો રોડ શો કર્યો હતો.  આજે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં પીએમ મોદી રોડ શો કરી રહ્યા છે. તેઓ એરપોર્ટથી વાયા શાહીબાગ તેઓ લાલદરવાજા ભદ્રના કિલ્લા પહોંચ્યા હતા. જ્યાં તેઓ આજે નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કર્યા હતા. ત્યારબાદ માતાજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સતત બીજા દિવસે પણ રોડ શો યોજ્યો છે. શહેરના શાહીબાગથી સારંગપુર સુધી રોડ શો યોજ્યો છે. રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું છે. કોટ વિસ્તારમાં ભાજપને મજબુત કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ રોડ શો યોજ્યો.


આ રોડ શો દરમિયાન નગર દેવી ભદ્રકાળી માતાજીના પ્રધાનમંત્રી મોદીએ દર્શન કર્યા હતા. લાલ દરવાજામાં આવેલા ભદ્રકાળીના મંદિરમાં જઈ પ્રધાનમંત્રીએ મહાકાળી માતાજીની આરતી ઉતારી અને પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વાર નરેન્દ્ર મોદીએ ભદ્રકાળી મંદિરમાં  પૂજા અર્ચના કરી છે.