અમિત શાહ ગુજરાત પ્રવાસે Live update : જનતા માટે નરેન્દ્રભાઈએ રાત-દિવસ કામ કર્યુંઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાશે છે. આજે લોકસભા વિસ્તારમાં અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજનો આરંભ કરાવશે . ગરીબ દર્દીઓ માટે અલગ ભોજન વ્યવસ્થાનો પણ આરંભ કરાવશે.

abp asmita Last Updated: 26 Mar 2022 01:33 PM
કલોલમાં અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

કલોલમાં અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર. ચારેય રાજ્યોમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા.  ચાર રાજ્યોમાં જીતવા અનેક ધમપછા કર્યા. 2022નું વર્ષ ભાજપ માટે શુકનવંતુ છે. ગાંધીનગર ભાજપનો ગઢ હતો, છે અને રહેશે.

મારા માટે ખૂબ ખુશીનો દિવસ છે

કલોલ અને ગાંધીનગરની વિધાનસભામાંથી એની શરૂવાત થવાની છે. મારા માટે ખૂબ ખુશીનો દિવસ છે. આશરે 14 ગામોમાં ગટર અને પીવાના કામો તેમજ 16 ગામોમાં cc ના કામોના ખાતર્મુહત અને લોકાર્પણ કરવાના છે.

નરેન્દ્રભાઈએ દેશના અનેક જિલ્લામાં મેડિકલ કોલેજની હારમાળા સર્જી છે

આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ આપ્યા છે. 5 લાખ સુધીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે. આજે દેશ માં મોટા મોટા ઓપરેશન આ કાર્ડ દ્વારા થયા છે. ગાંધીનગર જિલ્લામાં 34 કરોડ રૂ.આ કાર્ડ દ્વારા લોકો માટે ચુકવવામાં આવ્યા છે.  ગાંધીનગર માં 3,44,813 લોકો ને આ કાર્ડ નોલાભ મળે છે. કલોલ માં 42000 લાભાર્થી છે. દરેક ઘરમાં વીજળી, દરેકને ઘર, દરેક ઘરમાં ગેસ, સ્વાસ્થ્ય ની સેવાઓ,  દરેક ને કોરોનાની મફત રસી આપવામાં આવી છે. કોરોનામાં 2 વર્ષ સુધી 5 કિલો વધારાનું અનાજ મફત આપવાનું કામ કર્યું છે. નરેન્દ્રભાઈએ દેશના અનેક જિલ્લામાં મેડિકલ કોલેજની હારમાળા સર્જી છે. આજે કેન્સર માટે મહત્વના અભિયાન ની શરૂવાત કરવામાં આવી છે.

નરેન્દ્રભાઈ રોજે રોજ ભારતની જનતાના વિકાસની યોજનાઓનો જ વિચાર કરે છે

આજે બે કાર્યક્રમો નું આયોજન થયું છે. 22 કરોડ થી વધુ ના નાના મોટા કામો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. 34 ગામો માં નાના મુદા ના નિવારણ આજે થશે. આ સુવિધાઓ થી આગળ પણ ફાયદો થશે. 7 ઓક્ટો.2001 થી યાત્રા શરૂ થઈ છે. અવિરત ચાલુ છે. નરેન્દ્રભાઈ રોજે રોજ ભારતની જનતાના વિકાસની યોજનાઓનો જ વિચાર કરે છે. 5 રાજ્યોની ચૂંટણીમાં ખાસો સમય ગયો. લાંબા સમય બાદ મળવાનું થયું છે. 4 રાજ્યો માં કોંગ્રેસ ના સુપડા સાફ થઈ ગયા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં  સુરક્ષિત , યશસ્વી જીત મેળવી છે.

જનતા માટે નરેન્દ્રભાઈએ રાત-દિવસ કામ કર્યુંઃ અમિત શાહ

જનતા માટે નરેન્દ્રભાઈએ રાત-દિવસ કામ કર્યુંઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કલોલ મતવિસ્તારમાં વિવિધ કામોના ઇ લોકાર્પણ કર્યા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કલોલ મતવિસ્તારમાં વિવિધ કામોના ઇ લોકાર્પણ કર્યા. કલોલના મોટી ભોંયણ ખાતે અમિત શાહ કેન્સર નિદાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આરોગ્યલક્ષી આંગણવાડી બહેનો અને મલ્ટી વર્કર હેલ્થ વર્કર ને તાલીમ આપવાના કાર્યક્રમનું લોકાર્પણ કર્યું. કેન્સર ના નિદાન માટે સર્વે, સ્ક્રીનિગ અને સારવાર અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ગૃહમંત્રી હર્ષ સંઘવી,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને રજનીભાઇ પટેલ પણ ઉપસ્થિત છે. 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કલોલ મતવિસ્તારમાં વિવિધ કામોના ઇ લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કલોલ મતવિસ્તારમાં વિવિધ કામોના ઇ લોકાર્પણ કરશે. કલોલના મોટી ભોંયણ ખાતે અમિત શાહ કેન્સર નિદાન અભિયાન ની કરાવશે પ્રારંભ. આરોગ્ય લક્ષી આંગણવાડી બહેનો અને મલ્ટી વર્કર હેલ્થ વર્કરને તાલીમ આપવાના કાર્યક્રમનું કરશે લોકાર્પણ. કેન્સર ના નિદાન માટે સર્વે, સ્ક્રીનિગ અને સારવાર અભિયાન નો કરાવશે પ્રારંભ. ગૃહમંત્રી હર્ષ સંઘવી,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કાર્યક્રમમાં રહશે ઉપસ્થિત

 સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજનો આરંભ કરાવ્યો
અમિત શાહે સ્ટેજ પ્રોગ્રામ છોડી લોકો વચ્ચે આવી લોકોનું અભિવાદન ઝીલ્યુ. સોલા સિવિલના પ્રોગ્રામમાં આવેલા ડૉક્ટર, વિદ્યાર્થી અને સામાન્ય લકો વચ્ચે ગયા ગૃહમંત્રી. પહેલી વખત અમિત શાહે લોકોની વચ્ચે જઈ તેમનુ અભિવાદન ઝીલ્યુ.

અમિત શાહે સ્ટેજ પ્રોગ્રામ છોડી લોકો વચ્ચે આવી લોકોનું અભિવાદન ઝીલ્યુ. સોલા સિવિલના પ્રોગ્રામમાં આવેલા ડૉક્ટર, વિદ્યાર્થી અને સામાન્ય લકો વચ્ચે ગયા ગૃહમંત્રી. પહેલી વખત અમિત શાહે લોકોની વચ્ચે જઈ તેમનુ અભિવાદન ઝીલ્યુ.

અમિત શાહ સોલા સિવિલ પહોંચ્યા

અમિત શાહ સોલા સિવિલ પહોંચ્યા

સીએમ ભુપેન્દ્ર પટેલ સોલા સિવિલ પહોંચ્યા

સીએમ ભુપેન્દ્ર પટેલ સોલા સિવિલ પહોંચ્યા. આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, રાજ્યકક્ષા મંત્રી મનિષાબેન સુથાર પણ ઉપસ્થિત. સીએમએ કોમન મેનની જેમ વિદ્યાર્થીઓ સાથે હસ્ત ધુનન કરી તેમની સાથે કરી વાતચીત.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના આગેવાનો કાર્યક્રમ સ્થળે પહોંચ્યા

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના આગેવાનો કાર્યક્રમ સ્થળે પહોંચ્યા.

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. આજે લોકસભા વિસ્તારમાં અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજનો આરંભ કરાવશે . ગરીબ દર્દીઓ માટે અલગ ભોજન વ્યવસ્થાનો પણ આરંભ કરાવશે. સોલા સિવિલ કેમ્પસમા બનેલા આહાર કેન્દ્રનુ પણ ગૃહમંત્રી દ્વારા ઉદઘાટન કરશે. આહાર કેન્દ્રમા દર્દીના પરિવાર જનોને નિશુલ્ક આહાર આપવામાં આવશે. આહર કેન્દ્રમા દર્દીના પરિવાર જનો સવારે ૯થી ૧ સુધી લઈ શકશે ભોજન. સોલા સિવિલમા શરૂ થશે ઓડિયોલોજી એન્ડ એન્ડ સ્પિચ લેંગ્વેજ કોલેજ. આ કોલેજમા દર વર્ષે  હાલ ૨૦ વિદ્યાર્થીને મળશે એડમિશન. વિનામુલ્યે ૧૨ સાયન્સ પછી  વિદ્યાર્થી ઓડિયોલોજી એન્ડ સ્પિચ લેંગવેજનો કરી શકશે કોર્ષ. કાન નાક ગળાના વિભાગ હેઠળ થશે કોર્ષ. 


આ પેરામેડિકલ કોર્ષ ૩ વર્ષનો રહેશે બાદમા વિદ્યાર્થીએ ૧ વર્ષની ઈન્ટર્નસીપ કરાવવામા આવશે. આ કોર્ષ થકી જન્મજાત બહેરાશ અલ્ઝાઈમર્સ ડિઝીઝ પક્ષઘાત અથવા પેરાલિસીસની સારવાર કોમ્પ્યુટર રાઈઝ સોફ્ટવેર દ્વારા નિદાન કરતા શીખશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.