અમિત શાહ ગુજરાત પ્રવાસે Live update : જનતા માટે નરેન્દ્રભાઈએ રાત-દિવસ કામ કર્યુંઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાશે છે. આજે લોકસભા વિસ્તારમાં અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજનો આરંભ કરાવશે . ગરીબ દર્દીઓ માટે અલગ ભોજન વ્યવસ્થાનો પણ આરંભ કરાવશે.

Background
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. આજે લોકસભા વિસ્તારમાં અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજનો આરંભ કરાવશે . ગરીબ દર્દીઓ માટે અલગ ભોજન વ્યવસ્થાનો પણ આરંભ કરાવશે. સોલા સિવિલ કેમ્પસમા બનેલા આહાર કેન્દ્રનુ પણ ગૃહમંત્રી દ્વારા ઉદઘાટન કરશે. આહાર કેન્દ્રમા દર્દીના પરિવાર જનોને નિશુલ્ક આહાર આપવામાં આવશે. આહર કેન્દ્રમા દર્દીના પરિવાર જનો સવારે ૯થી ૧ સુધી લઈ શકશે ભોજન. સોલા સિવિલમા શરૂ થશે ઓડિયોલોજી એન્ડ એન્ડ સ્પિચ લેંગ્વેજ કોલેજ. આ કોલેજમા દર વર્ષે હાલ ૨૦ વિદ્યાર્થીને મળશે એડમિશન. વિનામુલ્યે ૧૨ સાયન્સ પછી વિદ્યાર્થી ઓડિયોલોજી એન્ડ સ્પિચ લેંગવેજનો કરી શકશે કોર્ષ. કાન નાક ગળાના વિભાગ હેઠળ થશે કોર્ષ.
આ પેરામેડિકલ કોર્ષ ૩ વર્ષનો રહેશે બાદમા વિદ્યાર્થીએ ૧ વર્ષની ઈન્ટર્નસીપ કરાવવામા આવશે. આ કોર્ષ થકી જન્મજાત બહેરાશ અલ્ઝાઈમર્સ ડિઝીઝ પક્ષઘાત અથવા પેરાલિસીસની સારવાર કોમ્પ્યુટર રાઈઝ સોફ્ટવેર દ્વારા નિદાન કરતા શીખશે.
કલોલમાં અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
કલોલમાં અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર. ચારેય રાજ્યોમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા. ચાર રાજ્યોમાં જીતવા અનેક ધમપછા કર્યા. 2022નું વર્ષ ભાજપ માટે શુકનવંતુ છે. ગાંધીનગર ભાજપનો ગઢ હતો, છે અને રહેશે.
મારા માટે ખૂબ ખુશીનો દિવસ છે
કલોલ અને ગાંધીનગરની વિધાનસભામાંથી એની શરૂવાત થવાની છે. મારા માટે ખૂબ ખુશીનો દિવસ છે. આશરે 14 ગામોમાં ગટર અને પીવાના કામો તેમજ 16 ગામોમાં cc ના કામોના ખાતર્મુહત અને લોકાર્પણ કરવાના છે.





















