ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિકાસ દિવસ નિમિત્તે રૂપિયા 70 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગાંધીનગર અમદાવાદને જોડતા બે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત  રક્ષા શક્તિ અને એપોલો સર્કલ પર રૂપિયા 241 કરોડના ખર્ચે બનનાનાર બે ઓવરબ્રિજનુ ખાતમુર્હુત પણ કરાયુ હતું. આ બે ઓવરબ્રિજના કારણે લોકોને ભારે રાહત થશે.


 ગાંધીનગર અમદાવાદને જોડતા સરખેજ હાઇવે પર બે ઓવર બ્રિજ નિર્માણ કરાયું હતું. આ પૈકી  સરગાસણ તેમજ ઇન્ફોસિટી ફ્લાય ઓવર બ્રિજ રૂપિયા 70 કરોડના ખર્ચે તૈયાર થઈ ગયા હતા. આ બંને ઓવરબ્રિજનું વિકાસ દિવસ નિમિત્તે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીની વર્ચ્યુઅલ હાજરી વચ્ચે લોકાર્પણ કરાયું હતું.


ગાંધીનગરથી અમદાવાદને જોડતા માર્ગ પર આ ઉપરાંત વધુ 2 ઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ પૈકી એપોલો સર્કલ અને રક્ષાશક્તિ સર્કલ ખાતે ઓવર બ્રિજ બનાવીને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરાશે. વાહનચાલકોને પડતી ટ્રાફિકની સમસ્યાનું  નિરાકરણ આવતાં લોકોને રાહત થશે.  આ બંને ઓવરબ્રિજ રૂપિયા 241 કરોડના ખર્ચે બનાવવાના હોવાથી તેનું ભૂમિપૂજન પણ શનિવારે કરાયું હતું. આ ભૂમિપૂજન પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીની વર્ચ્યુઅલ હાજરીમાં કરાયું હતું.


ગાંધીનગર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-147 સરખેજ-ગાંધીનગર હાઇવે પર સરગાસણ જંક્શન પર ખ-0 પાસે  ફ્લાયઓવર બનાવાયો છે તેની પાછળ કુલ ખર્ચ રૂપિયા 35 કરોડ થયો હતો. તેની કુલ લંબાઇ 1117 મીટર અને તેનાનપર 35 મીટરના સાત ગાળા છે. આ  6 માર્ગીય એટલે કે 28 મીટર (13.5 મીટર બન્ને તરફ) પહોળા સર્વિસ રોડની લંબાઇ 1195 મીટર (બન્ને તરફ) અને 7 મીટર પહોળાઇ છે.


આ ઉપરાંત ઘ-0 (ઇન્ફોસીટી) ફ્લાયઓવર  રાષ્ટ્રીય ધોરીમાર્ગ-147 સરખેજ-ગાંધીનગર હાઇવે પર ઇન્ફોસીટી (ઘ-0) જંક્શન પાસે બન્યો છે. તેની પાછળ પણ કુલ ખર્ચ રૂ. 35 કરોડ થયો ચે અને  કુલ લંબાઇ પણ 1172 મીટર છે. 


કેન્દ્રીય મંત્રીની ધાનેરા હાઇવે બાબતે મોટી જાહેરાત કરી છે. 500 કરોડના ખર્ચે ધાનેરાથી ડીસાનો 34 kmનો રસ્તો બનશે. ધાનેરાને કેન્દ્ર સરકાર તરફથી રસ્તાની વધુ એક ભેટ મળી છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ નવા રસ્તા બાબતે જાહેરાત કરી છે. સતત મુશ્કેલી વેઠતા વાહનચાલકો અને સ્થાનિકો નવીન રસ્તાનો લાભ મળશે.