અમદાવાદઃ અમદાવાદમાં કડવા પાટીદાર સમાજનાં કુળદેવી ઉમિયા માતાના મંદિર એવા ભવ્ય ઉમિયાધામનું નિર્માણ થવાનું છે.  ઉમિયાધામના શિલાન્યાસના  આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે.


રાજ્યના મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં  હાજર રહેશે. 11 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન એમ ત્રણ દિવસ માટે આ શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે. 13 ડિસેમ્બરના શિલાન્યાસ પૂજનમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે. અમદાવાદમાં 1500 કરોડના ખર્ચે વિશાળ ઉમિયાધામનું નિર્માણ થવાનું છે તેના શિલાન્યાસના આ કાર્યક્રમમાં સી. કે. પટેલ ,મણિભાઈ પટેલ ,ઋત્વિજ પટેલ ,બાબુભાઈ જમનાદાસ પટેલ, દિલીપ પટેલ ,રમેશ દૂધવાળા સહિતના મહાનુભાવો હાજર રહેશે. 


સ્કૂલે બાળકને મોકલતાં પહેલા રાખો આટલી સાવચેતી, IMAએ બહાર પાડી ગાઇડલાઇન


રાજકોટ: ઓમિક્રોન વાઇરસને લઈને આઈએમએ દ્વારા જાહેર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલકોએ આઇએમએ પાસેથી સૂચનો મંગાવ્યા હતા . સ્વનિર્ભર શાળા સંચાલક તેમજ વાલીઓ માટે ૧૦ જેટલા સૂચનોની માર્ગદર્શીકા જાહેર કરી છે. શાળાએ આવતો વિદ્યાર્થી ઘેરથી હૂંફાળું પાણી વોટર બોટલમાં લાવે. પોતાના નાસ્તા બોકસમાં શક્યતઃ ગરમ અને રાંધેલો નાસ્તો લાવે.


 


વિદ્યાર્થી એન -૯૫ માસ્ક પહેરીને આવે.  વિદ્યાર્થી દહી - છાસ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા વગેરેથી દૂર રહે. શાળા પણ નાસ્તામાં કે જમવામાં દહીં - છાસ જેવા ઠંડા પદાર્થ ના આપે. શાળાનાં શિક્ષકો અને સ્ટાફ પણ એન -૯૫ માસ્ક પહેરે. શિક્ષકો ભણાવતી વખતે ફેઇસ શિલ્ડ પહેરીને પણ ભણાવી શકે.કોઈપણ બાળકનાં શાળામાં પ્રવેશ વખતે જ એને તાવ, શરદી, ઉધરસ નથી એ તપાસી લેવામાં આવે. શાળાનાં ડ્રાઈવર, આયાબેન વગેરે પણ એન -૯૫ માસ્ક જ પહેરે. વાલીઓ ખાસ જો પોતાના બાળકને જરા પણ તાવ, શરદી કે ઉધરસ જેવું જણાય તો પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લે અને ખાસ બાળકને શાળાએ ના મોકલે.