મહેસાણાઃ થોડા દિવસ પહેલા કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરને અનેક જગ્યાએ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ચાણસ્મામાં ઠાકોર સમાજના લોકોએ અલ્પેશનો વિરોધ કર્યો હતો. આ પછી ઉંઝા તાલુકા ઠાકોર સેનાએ પણ અલ્પેશ સાથે છેડો ફાડી નાંખ્યો છે.




અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા અને ઉંઝાના ઠાકોર સમાજના ઉમેદવારને જીતાડવા માટે પ્રચારની જાહેરાત કરી હતી. ત્યારે ઉંઝાના એનસીપીના ઉમેદવાર નટુજી ઠાકોરે અલ્પેશના કહેવાથી ઉંઝાના સુંઢિયા ગામે સભાનું આયોજન કર્યું હતું. જોકે, છેલ્લી ઘડીએ અલ્પેશ ઠાકોર હાજર ન રહેતા સભાનો ફિયાસ્કો થઈ ગયો હતો.



અલ્પેશ ઠાકોર સભામાં ન આવતાં એનસીપીના ઉમેદવાર નટુજી ઠાકોર ગિન્નાયા છે. તેમણે અલ્પેશ મને વચન આપીને ફરી ગયો છે, તેમ જણાવ્યું હતું. સાથે તેમણે અલ્પેશ સમાજ સાથે પણ દગ્ગો કર્યો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે, ઉંઝા તાલુકા ઠાકોર સેના તેમની સાથે છેડો ફાડે છે.