અમદાવાદઃ ગર્ભાશયની સમસ્યા ધરાવતી મહિલાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદમાં Uterus transplant સેન્ટરને મંજૂરી મળી છે. કિડની લીવરની જેમ હવે યુટ્રેસ ટ્રાન્સપ્લાન્ટ માટે દેશનું સૌથી મોટું કેન્દ્ર અમદાવાદમાં બનશે.
આ અંગેની વિગતો એવી છે કે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ટ રિસર્ચ સેન્ટ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ દ્વારા ગત 6 જાન્યુઆરીના રોજ યુટ્રેસ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર શરૂ કરવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીને મંજૂર આપવામાં આવી છે. એક વર્ષ માટે આ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ડો. શૈલેષ પુટમેંબકર અને તેમની ક્વોલિફાઇડ ટીમ દ્વારા યુટ્રેસ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
Vadodara : એલિયન જેવા વિચિત્ર બાળકનો જન્મ થતાં હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા
વડોદરાઃ આગ્રાની લોકહિતમ હોસ્પિટલમાં મગજ વગરના એલિયન જેવા વિચિત્ર બાળકે જન્મ લેતા હોસ્પિટલે લોકોના ટોળેટોળા ઉમટ્યા છે. ડેસર ખાતે વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરિવારનું ત્રીજું સંતાન વિચિત્ર જન્મ લેતા ચિંતાતુર બન્યા. બે કલાક બાદ બાળકે અંતિમ શ્વાસ લીધો. માતાનું નામ હેમલત્તાબેન જગદીશ રાઠોડ અને પિતાનું નામ જગદીશ પ્રસાદ રાઠોડ ઉર્ફે (પીન્ટુભાઇ) છે.
છેલ્લા છ વર્ષથી ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લા જાલોરના વતની વડોદરા જિલ્લાના ડેસર ખાતે રહેતા હતા. ડોક્ટરને પૂછતા જણાવ્યું કે આ તો એક કુદરતી કરિશ્મો છે.
વડોદરાઃ યુવકે પ્રેમિકાને મેળવવા એવું કર્યું કાવતરું કે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી, જાણો સંપૂર્ણ વિગત
વડોદરાઃ છાણીના યુવકે પ્રેમપ્રકરણમાં એવું કાર્ય કર્યું કે, પોલીસને જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. યુવકે પ્રેમિકાને પામવા માટે પોતાની જ માતા સાથે મળીને પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. જોકે, પોલીસે છ કલાકની તપાસ પછી યુવકને શોધી કાઢતા સમગ્ર વાત સામે આવી હતી. પોલીસને અપહરણનું નાટક કરી દોડાદોડી કરાવનાર માતા-પુત્રની અટકાયત કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, છાણી જકાતનાકા પાસે રહેતા કરણ રઘાભાઈ રસડિયા (ઉં.વ.19) પોતાની માતા સાથે રહે છે. આ યુવકને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા. તેમજ એક મહિના પહેલા બંને ઘરેથી ભાગી પણ ગયા હતા. જોકે, યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા. જોકે, યુવકે પ્રેમિકાને પરત મેળવવા માટે કાવતરું રચ્યું હતું.
આ કાવતરા પ્રમાણે, યુવકની માતા રાતે ફતેગંજ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને પ્રેમિકાના પરિવારે તેમના પુત્રનું અપહરણ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આથી પોલીસે એક ટીમ યુવકની પ્રમિકાના ઘરે મોકલી હતી. જોકે, યુવતીનો આખો પરિવાર ઘરે મળી આવ્યો હતો તેમજ તેમણે અપહરણ ન કર્યાનું કહ્યું હતું. દરમિયાન યુવક ફોન કર્યા પછી જગ્યા છોડી દેતો હોવાથી પોલીસની મુશ્કેલી વદી હતી. જોકે, રાતે દોઢ વાગ્યે કરણે પોલીસને ફોન પર જણાવ્યું હતું કે, ચાર લોકો તેને બાંધીને જતા રહ્યા છે. યુવકના લોકેશન પર પોલીસ પહોંચતા તે ત્યાં ખુલ્લામાં ફરતો મળી આવ્યો હતો.
આ પછી પોલીસે માતા-પુત્રની પુછપરછ કરતાં તેમણે અપહરણનું નાટક કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમનો પ્લાન એવો હતો કે, પોલીસ યુવતીના પરિવારની ધરપકડ કરી લેશે અને બીજી તરફ યુવક યુવતીને લઈને ફરાર થઈ જશે. જોકે, તેનું કાવતરું સફળ થયું નહોતું. પોલીસે ખોટી ફરિયાદ કરતા બંનેની અટક કરી હતી.