અમદાવાદઃ શહેરના કુબેરનગરની સોસાયટીમાંથી યુવકની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તીર્થ રાજ એપાર્ટમન્ટના કમ્પાઉન્ડમાંથી લાશ મળી આવી છે. અંદાજિત 40 વર્ષના પુરુષની લાશ છે. આ લાશ કોની છે તેની પરખ નથી થઈ. શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
સ્થાનિકે જણાવ્યું હતું કે, આજે સવારે 6.30 વાગ્યે નીમાબેન લાશ જોઇ હતી. જેમને અન્ય લોકોને જાણ કરી હતી. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. સોસાયટીમાંથી લાશ મળી આવતાં રહીશો ચિંતિત બન્યા છે. જોકે, સોસાયટીમાંથી કોઈ વ્યક્તિએ હજુ ઓળખ કરી નથી.
Rajkot Crime News: રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસને દિવસે વધી રહ્યો છે. ગુનેગારોને પોલીસની બીક ન હોય તેમ હવે ખાખી પર હુમલો કરી રહ્યા છે. રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાત્રે પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે સામ સામે ફાયરિંગ થયું હતું. ઘટનામાં એક પી એસ આઈ અને ધાડપાડુ ગેંગના બે સભ્યો ઘાયલ થયા હતા.
રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાત્રે ધાડપાડુ ગેંગ ત્રાટકે તે પહેલાં SOG ટીમ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બંને પક્ષોએ સામ સામે ફાયરિંગ કર્યુ હતું. ધાડપડું ગેંગના સભ્યો પોલીસે દબાવી રાખ્યા હતા. ઉપરાંત પોલીસની રિવોલ્વર પણ આચકી લેવાનો પ્રયાસ થયો હતો. ઘટના બાદ પોલીસે મોડી રાત્રે આખો વિસ્તાર કોર્ડન કર્યો હતો અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા.
અમેરિકા અને ચીન વચ્ચે નવાજૂનીના એંધાણ, તાઈવાનમાં ઘૂસ્યા ચીનના 20થી વધુ વિમાનો
યુએસ સંસદના સ્પીકર નેન્સી પેલોસીની મુલાકાતથી નારાજ ચીને કહ્યું કે અમેરિકાને પરિણામ ભોગવવા પડશે. આ દરમિયાન, સમાચાર એજન્સી એએફપીએ તાઈવાનની સેનાને ટાંકીને જણાવ્યું છે કે ચીનના 21 સૈન્ય વિમાનોએ એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોન (ADIZ)માં ઉડાન ભરી છે. આ પહેલા તાઈવાનના મીડિયાએ પેલોસીના તાઈપેઈમાં આગમનની જાણકારી આપતા જ ચીનના સત્તાવાર સોશિયલ મીડિયાએ તાઈવાન સ્ટ્રેટ તરફ જંગી સેનાની હિલચાલ વિશે માહિતી આપી હતી.
નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાતથી ગુસ્સે ભરાયેલા ચીને 50 મિનિટમાં તાઈવાનની આસપાસ લશ્કરી કવાયત અને 'લશ્કરી કાર્યવાહી'ની ધમકી આપી હતી. ચીને કહ્યું છે કે તે તાઈવાનના ભાગોમાં ટાર્ગેટેટ લશ્કરી કાર્યવાહી કરી શકે છે.
ચીનની ધમકી વચ્ચે તાઈવાન પહોંચી નેન્સી પેલોસી
ચીનની ધમકીઓ વચ્ચે અમેરિકાની હાઉસ સ્પીકર નેન્સી પેલોસી તાઈવાન પહોંચી છે. એરપોર્ટ પર તાઈવાનના રાષ્ટ્રપતિએ તેમનું સ્વાગત કર્યું હતું. 22 પ્લેનએ નેન્સી પેલોસીને એસ્કોર્ટ કરી હતી. તેમની મુલાકાતને લઈને ચીને અમેરિકાને ચેતવણી આપી છે કે જો નેન્સી પેલોસી તાઈવાન જશે તો તેનું પરિણામ સારું નહીં આવે. આ ધમકીઓ છતાં સ્પીકર નેન્સી પેલોસી તાઈવાન પહોંચી ગઈ છે. 25 વર્ષમાં અમેરિકાના વરિષ્ઠ અધિકારીની તાઇવાનની આ પ્રથમ મુલાકાત છે.
જાપાની મીડિયાના અહેવાલો અનુસાર, તેમની મુલાકાત પહેલા 8 અમેરિકન ફાઇટર જેટ અને 5 રિફ્યુઅલિંગ પ્લેન અમેરિકી સૈન્ય મથક પરથી ઉડાન ભરી હતી. આ પેલોસીના એરક્રાફ્ટ માટે પેરામીટર પ્રોટેક્શન આપવા જઈ રહ્યા હતા. અગાઉ વિશ્વનું સૌથી વધુ ટ્રેક કરાયેલું વિમાન, યુએસ એરફોર્સ જેટ, કુઆલાલંપુરથી ઉપડ્યું હતું, કારણ કે ઇન્ટરનેટ વપરાશકર્તાઓ યુએસ હાઉસ સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાનની સફર પર ટ્રેક કરવા માંગે છે. જોકે, નેન્સી પેલોસી આ પ્લેનમાં હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.