અમદાવાદઃ આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિથિ છે, ત્યારે પ્રથમ પુણ્યતિથિએ ગુજરાત કોંગ્રેસનું સિર્ષનેતૃત્વ હાજર રહ્યું હતું. આ સમયે સંતો પણ હાજર રહ્યા હતા. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીએ નિવેદન આપ્યું છે કે, હાર્દિક પટેલે હિંદુવાદી પાર્ટી જોઈન કરવી જોઈએ. ભારતીય અને હિન્દુ સંસ્કૃતિને આવા યુવાનોની જરૂર છે. જે હિન્દુ હિતની વાત કરશે તે દેશ પર રાજ કરશે. 370ની કલમ હટાવી હોય તે હિંદુવાદી કહેવાય.
બીજી તરફ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમારા પક્ષના કાર્યકારી પ્રમુખ છે હાર્દિક. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ શ્રદ્ધાજંલી સંદેશ મોકલ્યો છે. હાર્દિક પટેલ અમારા પરિવારના અભિન્ન અંગ છે. હાર્દિક રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે મળીને કામ કરશે. નારાજગી ચાલ્યા કરે. પોતાના પિતાની વાર્ષિક પુણ્યતિથિના કાર્યક્રમ દરમિયાન હાર્દિક પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. મારા પિતા તરફથી મળેલા સંસ્કાર જાળવી રાખવાનો પૂરતો પ્રયાસ કરીશ. સાધુ - સંતોએ આશીર્વાદ આપ્યા તે બદલ આભાર માનું છું. અમારી પાર્ટીના આગેવાનો પ્રભારી - પ્રમુખ આવ્યા છે તેમનું સ્વાગત કરું છું.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની નારાજગી વચ્ચે અલગ દ્રશ્યો આવ્યા સામે. હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિથિએ ગુજરાત કોંગ્રેસનું સિર્ષનેતૃત્વ હાજર. સામાજિક કાર્યક્રમમાં પ્રભારી અને પ્રમુખ સહિતના પ્રદેશના નેતાઓ હાજર. હાર્દિક પટેલને મનાવવા તરફ શિર્ષનેતૃતવ એક પગલું ભર્યું હોવાના દ્રશ્યો.
પાસ કનવીનર અલ્પેશ કથીરીયા પણ હાજર. કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી પણ રહ્યા હાજર. ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા પણ રહ્યા હાજર. વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા તેજશ્રીબેન રહ્યા હાજર છે.