અમદાવાદઃ એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ શતકને પાર થઈ ગયા છે તો બીજી તરફ શાકભાજી ના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. માર્કેટમાં મોટાભાગની શાકભાજી સોને પાર થઈ ચૂકી છે ત્યારે કોથમીર તો માર્કેટમાં અત્યારે 200 રૂપિયા કિલો મળી રહી છે. બીજી તરફ ટામેટા તેમજ ગરીબોની કસ્તુરી ડુંગળી પણ મોંઘી થઈ ગઈ છે. અત્યારે માર્કેટમાં મોટાભાગની શાકભાજીના ભાવ પર અસર જોવા મળી રહી છે.



કોથમીર 120 -200 રૂ 
મરચા 60-80
આદુ 60-80
ટામેટા 40-80
મેથી 120-200
ફુલાવર 80-120
ડુંગળી 25-50


આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં પણ 35 પૈસાનો વધારો કર્યો છે. ઓક્ટોબર મહિનામાં જ પેટ્રોલ 3.50 રૂપિયા મોંઘુ થઈ ગયું છે, જ્યારે ડીઝલની કિંમતમાં પણ 4 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝળની કિંમત 93.87 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે.


 


મુંબઈમાં પેટ્રોલનો ભાવ 111.09 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 101.78 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે. જ્યારે ચેન્નઈમાં ટ્રોલ 112.40 રૂપિયા અને ડીઝલ 98.26 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ 105.,76 રૂપિયા અને ડીઝલનો ભાવ 96.98 રૂપિયા પ્રતિ લીટર છે.


 


આ વર્ષે અત્યાર સુધી પેટ્રોલ 20.47 રૂપિયા અને ડીઝલ 19.05 રૂપિયા મોંઘુ થયું


 


આ વર્ષે 1 જાન્યુઆરીએ પેટ્રોલ 83.97 રૂપિયા અને ડીઝલ 74.12 રૂપિયા પ્રતિ લિટર હતું. હવે તે 104.79 રૂપિયા અને 93.52 રૂપિયા પ્રતિ લિટર છે. એટલે કે, 10 મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ 20.82 રૂપિયા અને ડીઝલ 19.40 રૂપિયા મોંઘુ થયું છે.












 



 

 

 






 

 


 

 

 


 

 



 





 








 






 





























 




 













 


 


30 રાજ્યોમાં પેટ્રોલ અને 13 રાજ્યોમાં ડીઝલ 100 ને પાર


 


દેશના 29 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, નાગાલેન્ડ, પુડુચેરી, તેલંગાણા, પંજાબ, સિક્કિમ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ, ઝારખંડ , ગોવા, આસામ, ગુજરાત, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, મેઘાલય અને રાજસ્થાનમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે.


 


ડીઝલની વાત કરીએ તો તે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તેલંગાણા, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કેરળ, કર્ણાટક અને રાજસ્થાનમાં ઘણી જગ્યાએ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે.


 


વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?


 


દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.


 


2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર


 


2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર


 


2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર


 


2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર


 


2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર


 


2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર


 


2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર