Bharatsinh Solanki Press Conference: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવનને લઈ હાલ વિવાદોમાં છે. ગઈકાલે ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો પર પહોંચ્યા હતા જ્યાં ભરતસિંહ અન્ય યુવતિ સાથે જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ત્યાં હાજર લોકોએ બનાવ્યો હતો જે ખુબ વાયરલ થયો હતો. હવે આ મામલે ભરતસિંહ સોલંકી સ્પષ્ટતા કરી રહ્યા છે.
ભરતસિંહ સોલંકીએ કહ્યું, છેલ્લા 7 મહિનાથી ગુજરાતની રાજનીતિ અને તેમાં વ્યક્તિગત કોન્ટ્રોવર્સી ચાલી છે. રોજબરોજ અસંખ્ય લોકોએ મને પૂછ્યું કે તમે કેમ કંઈ બોલતા નથી. 1992માં હું રાજકારણમાં આવ્યો. લોકો, કાર્યકરો અને હાઈકમાન્ડના આશીર્વાદ મળ્યા. 30 વર્ષનું મારું જાહેર જીવન છે, ક્યારેય કોઈ ભ્રષ્ટ્રાચારની વાત નથી થઈ. ચૂંટણી આવે ત્યારે કંઈ ને કઈ આવી જાય. રામ મંદિરના નિવેદન અંગે પણ કોન્ટ્રોવર્સી થઈ. પુરો વિડિયો જુવો તો ખ્યાલ આવે કે મારો કહેવાનો આશય શું હતો. દરેક વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે.
અમે હિન્દુ ધર્મના સાચા હિમાયતી અને રક્ષક છીએ. દરેક વાતને રાજકીય રંગ આપવામાં આવે છે. આ દેશમાં અનેક પરિવારોના લગ્ન જીવનમાં તકલીફો છે. લગ્ન થયા બાદ 15 વર્ષ સુધી કોઈ સંબંધ ન હોય, કોઈ જવાબદારીના કારણે હું ચૂપ રહ્યો હોય. આ દેશ સ્ત્રી દાક્ષણ્ય અને મમતાનો રહ્યો છે. જ્યારે મને કોરોના થયો હતો ત્યારે મારી પત્ની કહેતી હતી કે હું નહિ જીવું. મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે ભરત હવે નહિ જીવે. હું પથારીમાં હતો ત્યારે મને પૂછ્યું કે મારું શું, પ્રોપર્ટીનું શું તેમ પૂછતી હતી. હું ઑક્સિજન પર હતો ત્યારે તેઓ મારી પાસે પ્રોપર્ટી માગતી હતી.
હોસ્પિટલમાંથી ઘરે મને લઈ ગયા ત્યારે મારું ખાવાનું પણ બંધ કરી દીધું. મારે કોઈ બાળકો નથી, મારા મૃત્યુ બાદ મારી પત્નીને જ બધું મળે. મારી પત્નીનું લક્ષ માત્ર મારી પ્રોપર્ટી છે. મારામાં ખાવામાં અને ચામાં કઈક નાખ્યાના દાખલા છે. મારા જીવના જોખમ પર આવ્યું ત્યારે મે નોટિસ આપી. એમના સગા કાકાઓ પર પણ તેમણે પ્રોપર્ટીના દાવો કર્યા છે. દોરા- ધાગા કરવાવાળા પાસે જઈને પૂછતી કે આ ક્યારે મરશે.
અમિતભાઈની જગ્યાએ બીજા પ્રમુખ બનાવવાનું નક્કી થયું ત્યારથી શરૂ થયું. સોનિયાજીને કહે કે, મને કેમ્પિયન કમિટી કે મુખ્યમંત્રીનો ચેહરો ન બનાવતા. કોરોનામાં મૃત્યુ પામનારના પરિજનને ચૂંટણીની ટિકિટ આપશે. બોરસદના મારા ઘરનો કબજો તેમણે લઈ લીધો. હું બીજા ઘરમાં રહ્યુ છું. આણંદના મકાનમાંથી એક વિડિયો બનાવ્યો. રંગરેલિયા તેવા શબ્દો વાપરવામાં આવ્યા. ગુંડા તત્વો હતા, તેની સામે કાયદાકીય કાર્યવાહી થશે. ભરત સિંહે કહ્યું જે મકાનમાં આ ઘટના બની તે રિદ્ધિ પરમારનું હતું. અમે આઈસ્ક્રીમ ખાવા ગયા હતા. ત્રીજા લગ્ન અંગે તેમણે કહ્યું, બે કર્યા હવે ત્રીજું કેમ કરો છો. મને સ્વીકારવા કોઈ તૈયાર હશે તો ત્રીજું થશે. મારે કોઈ સાથે લગ્ન કરવા હોય તો સામે વાળાની ઈચ્છા હોય તો જ લગ્ન થાય.
ભરતસિંહના પત્ની રેશમા પટેલના મામા દિલીપભાઈનું નિવેદન
રેશમા બેને મને ભરતસિંહની ફરિયાદ કરી. બંનેને એકઠા કરીને મે બેસાડ્યા પણ રેશમા વાત કરવા તૈયાર નથી. મે બંગલો, કાર, નોકર, જમીન અને બેંકમાં પૈસા મૂકવાનું મે કહ્યુ. ભરતસિંહ બધું આપવા તૈયાર હતા પણ મારી ભાણીએ સહી કરવાની ના પાડી દીધી.
ભરતસિંહ સોલંકી સાથે પકડાયેલી યુવતી કોંગ્રેસનાં ટોચનાં મહિલા નેતાની ભાણી ? માસીએ જ ભાણીને મોકલી ?
ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતિ સાથે વાયરલ થયેલ વીડિયોમાં દેખાતી યુવતીને લઈને મોટો ખુલાસો થયો છે. ગુજરાતી અખબાર સંદેશના અહેવાલ પ્રમાણે, ભરતસિંહ સોલંકી સાથે જે યુવતી રંગેહાથ ઝડપાઈ હતી, તે વડોદરાના મહિલા કોંગ્રેસના નેતાની ભાણી હોવાની પાર્ટીમાં ચર્ચા છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાએ જ યુવતીનો ભરતસિંહ સાથે પરિચય કરાવ્યો હતો. જે વીડિયો વેબ પોર્ટલ ઉપર અપલોડ થયો છે અને વાયરલ પણ થઇ રહ્યો છે તેમાં નેતાને તેમની પત્ની જબરદસ્ત ખખડાવતી નજરે પડી રહી છે. નેતા પોલીસ બોલાવું પોલીસ બોલાવું તેવી બૂમો પાડતા રહે છે અને આખો તમાશો રેકોર્ડ થયો છે.