અમદાવાદઃ વાઇબ્રનટ એક્સપો એન્ડ઼ સમીટ 2016 નું 16 થી 18 ડિસેમ્બર ત્રણ દિવસ આયોજન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે. આ સમિટનું આયોજન મોરબી સિરામીક્સ એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ સિરામીક્સ એક્સપો -2016નુ મુખ્ય ધ્યેય સિરામીક્સ અને સ્વચ્છતા વેર ઉદ્યોગને પૂરતુ જ્ઞાન આપવાનું છે.

આ સમીટમાં સિરામીક્સ ટાઇલ્સ અને સેનીટરી વેર પ્રદર્શન ચિનાઇ માટી, દિવાલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટરીફાઇડ ટાઇલ્સ, સેનિટરી વેર અને ભારતના ટોચના 200 થી વધુ ઉત્પાદકોના બાથરૂમ ફિટીગ્સ પ્રદર્શિત કરવામાં આવશે. વિશ્વની બીજી સૌથી મોટી સિરામીક્સ ઉદ્યોગ કલસ્ટર વાઇબ્રન્ટસ સિરામીક્સનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે. ભારતની બીજા ક્રમની સૌથી મોટી ફોરેક્સ આવક જનરેટ કરનાર સિરામીક્સ ઉદ્યોગકારોને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવશે.

વાઇબ્રન્ટ સિમારમીક્સ -2016ના સીઇઓ સંદીપ પટેલે જણાવ્યું હતું કે, 'બાઇબ્રન્ટ સિરામીક્સ એ એક એવી પહેલ છે જે ઇન્ડસ્ટ્રીઝના લોકો તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. 20 દેશોના પ્રતિનિધિ મંડળ અને ભારતની હજારો કંપનનીઓ આ ઇવેન્ટમાં ભાગ લે તેવી શક્યતા છે." આ માટે વિશ્વ કક્ષાએ રોડ શો કરવામાં આવ્યા હતા.

મોરબી ભારતનું સિરામીક્સ ટાઇલ્સ અને સેનિટરીવેર ઉદ્યોગનું ચેતાકેંદ્ર છે અને બ્રાન્ડેટ સિરામીક્સ ટાઇલ્સ ખએલાડીઓ વિશિષ્ટ ટાઇપ્સ મારફતે માળખાકીય શિફ્ટ પાળી રહ્યું હોવાનું મોરબી સિરામીક્સ એસોસિયેશનના કે.જી કુંડારીયાએ જણાવ્યું હતું.

ભાતરનું સિરામિક્સ ઉદ્યોગ વિશ્વમાં દ્વિતીય સ્થાન ધરાવે છે. અને વિશ્વ ઉત્પાદનમાં 12.9 ટકાની આસપાસ પેદાશ થાય છે. આજે તે ટાઇલ્સ ઉત્પાદન ક્ષેત્રમાં ટેચના ત્રણ દેશો વચ્ચે છે. અને વિશાળ કૂચ દ્વારા આ વિક્સાવાની પ્રક્રિયા કરાઇ રહી છે. આ ઉદ્યોગ 5,50,000 લોકોને રોજગારી પૂરી પાડે છે. જેમાથી 50,000 લોકો સીધા કાર્યરત છે.

ભારતમાં સિરામીક્સ ઉદ્યોગ એક સદી પહેલા અસ્તીત્વમાં આવ્યું હતું અને એક ઉદ્યોગિક આધાર રચવા માટે પરિપક છે. ભારતનો સિરામીક ટાઇલ્સ ઉદ્યોગ રૂ.24,000 કરોડ હોવાનું અનુમાન છે જેમા 40 ટકા આયોજન અને 60 ટકા અસંગઠીત ક્ષેત્રના છે.