અમદાવાદઃ બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં બે આશાસ્પદ યુવાનોને મોતને ઘાટ ઉતારનાર આરોપી વિસ્મય શાહને હાઈકોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી છે. ફરિયાદીઓ સાથે સમાધાન થવાથી સજા માફ કરી શકાય નહીં તેવું અવલોકન કરવામાં આવ્યું હતું. જસ્ટિસ સોનિયા ગોકાણીએ અન્ય અકસ્માતમાં ભોગ બનેલા પરિવારો માટે બે લાખનું વળતર વાપરવા આદેશ કર્યો હતો.
ચુકાદો સંભળાવતાં અગાઉ સરકાર તરફથી સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકવામાં આવ્યો હતો અને આરોપી સાથે સમાધાન થવા છતાં તેની સજા ઓછી કરી શકાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી હતી.
વિસ્મય શાહે તેની સામેની 5 વર્ષની સજા માફ કરવા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. બીજી તરફ સરકારે સજા વધારવા અપીલ કરી હતી જ્યારે મૃતક યુવાનોના પિતાએ સમાધાન થઈ ગયું હોવાથી વિસ્મય સામે આગળ કાર્યવાહી નહીં કરવા રજૂઆત પણ કરી હતી. જોકે હાઈકોર્ટે વિસ્મયની સજા માફ કરવાની અપીલમને ફગાવી દીધી હતી. સરકાર તરફથી એડવોકેટ હાર્દિક સોનીએ કરેલી ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખીને વિસ્મયની પાંચ વર્ષની સજા યથાવત્ રાખી હતી.
અમદાવાદના બહુચર્ચિત હિટ & રન કેસમાં વિસ્મય શાહને હાઈકોર્ટે 5 વર્ષની સજા ફટકારી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Feb 2020 09:33 AM (IST)
બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં બે આશાસ્પદ યુવાનોને મોતને ઘાટ ઉતારનાર આરોપી વિસ્મય શાહને હાઈકોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -