હાલ ગુજરાતમાં દિવસે ગરમી અને રાતે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગામી બે દિવસ માવઠું પડે તેવી સંભાવના છે. 5 માર્ચે ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતામાં મુકાઈ ગયા છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, લો-પ્રેશરની સ્થિતિ સર્જાતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. 5 માર્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કોમસમી વરસાદ પડે તેવ સંભાવના છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

5 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી જ્યારે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને કચ્છ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે.

શિયાળુ પાકની કાપણી સમયે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે કે ત્રણ દિવસ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.