હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારે વરસાદ પર બ્રેક લાગી ગઈ છે. કારણ કે રાજ્ય ફરતે સર્જાયેલું અપર એર સરક્યુલેશન ઓસરી ગયું છે. જેના કારણે હાલ કોઈ ભારે વરસાદ થાય એમ શક્યતા નથી. જોકે અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આજથી ગુજરાતમાં ભારે વરસાદ પર બ્રેક લાગી ગઈ છે. ગુજરાત પર સર્જાયેલું અપર એર સરક્યુલેશન ઓસરી ગયું છે. કેટલાંક ભાગમાં છુટોછવાયો વરસાદ પડશે.
સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના ઓછી છે. ગુજરાત પર સર્જાયેલં અપર એર સરક્યુલેશન હાલ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ તરફ ફંટાયુ છે. જેના કારણે હાલ ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.