અમદાવાદ: ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનું જોર વધતાં તાપમાન માઈનસ 3 ડિગ્રી પહોંચી ગયો છે. જેને લઈને વહેલી સવારે બરફની ચાદર પથરાયેલી જોવા મળે છે. ગુજરાતમાં પણ ઠંડીનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા હતાં.
માઈનસ 3 ડિગ્રી તાપમાનને કારણે વાહનો પર બરફ જામી ગયો હતો. આ ઉપરાંત કચ્છના નલિયામાં શુક્રવારે 1 ડિગ્રી પારો ઊંચકાતા લઘુત્તમ તાપમાન 4.1 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે, ગુજરાતના વિવિધ શહેરોમાં ગુરૂવારની સરખામણીએ તાપમાનો પારો દોઢ ડિગ્રી જેટલો ઊંચકાયો છે. પરંતુ વહેલી સવારથી જ થયેલા ઠંડા પવનને કારણે ઠૂંઠવાયા હતા. શુક્રવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 10.1 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ડીસાનું 6.1 ડિગ્રી નોંધાતા હિડ થિજવતી ઠંડીનો અનુભવ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, માઉન્ટ આબુનું તાપમાન માઈનસ ૩ ડિગ્રીએ પહોંચતાં ઠંડીના પ્રકોપને પગલે બહાર નીકળેલા લોકો તાપણીનો સહારો લેતો નજરે પડ્યા હતા. માઉન્ટ આબુમાં સવારે નવ વાગ્યાની આસપાસ પર્વતીય વિસ્તારમાં આવેલી ખીણમાં ધુમ્મસ જોવા મળ્યો હતો અને ધુમ્મસના કારણે સોનેરી વાતાવરણ આહ્લાદક જોવા મળ્યું હતું.
ગુરુવારથી રાજ્યમાં ઠંડા પવનનું જોર વધ્યું છે. જેના કારણે દિવસ દરમિયાન પણ લોકોએ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં હતાં. વહેલી સવારે અને મોડી રાત્રે શહેરમાં ઠેર-ઠેર તાપણા જોવા મળ્યાં હતા.
અમદાવાદમાં 10.1 ડિગ્રી, નલિયામાં 4.2 ડિગ્રી, ડીસા 6.1 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, વડોદરામાં 10.2 ડિગ્રી, સુરતમાં 16 ડિગ્રી, ભાવનગરમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 12.6 ડિગ્રી, રાજકોટમાં 9.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 10 ડિગ્રી, મહુવામાં 14 ડિગ્રી, કેશોદમાં 9.4 ડિગ્રી, ભુજમાં 8.6 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર 8.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
કાતિલ ઠંડી: ગુજરાતમાં કઈ જગ્યા કેટલું છે તાપમાન? માઉન્ટ આબુમાં -3 ડિગ્રી
abpasmita.in
Updated at:
11 Jan 2020 10:06 AM (IST)
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ગુજરાતમાં પણ ઠંડીનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -