ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ શહેરનું નવું વોર્ડ સીમાંકન ગુરૂવારે રાત્રે જાહેર કરાયું હતું. નવા સીમાંકન પ્રમાણે 48 વોર્ડ અને 192 બેઠકો યથાવત રખાઈ છે. અમદાવાદ શહેરની હદમાં ભળેલા નવા વિસ્તારોને અલગ અલગ વોર્ડમાં સમાવીને ફેરફારો કરાયા છે. આ નવા સીમાંકનના કારણે અમદાવાદ શહેરમાં નીચેના 48 વોર્ડ અસ્તિત્વમાં આવ્યા છે. બોપલ-ઘુમા નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર, ચિલોડા-નરોડા (સીટી), કઠવાડા પંચાયતનો સમગ્ર વિસ્તાર, અમદાવાદની હાલની હદ અને એસપી રિંગ રોડની વચ્ચેની ખોડિયાર, સનાથલ, વિસલપુર, અસલાલી, ગેરતનગર, બિલાસીયા, રણાસણ ગ્રામપંચાયતોના 145 સરવે નંબરોની વોર્ડમાં વહેંચણી કરાઇ છે. અમદાવાદની કુલ વસતી 56.64 લાખ છે જ્યારે વોર્ડ દીઠ સરેરાશ વસતી 1.18 લાખ છે. આ દરેક વોર્ડમાં કેટલી વસત હશે તેની વિગતો નીચે પ્રમાણે છે. અમદાવાદનું નવું સીમાંકન વોર્ડનું નામ            વસ્તી ૧. ગોતા             ૧.૦૪ લાખ ૨. ચાંદલોડિયા   ૧.૦૯ લાખ ૩. ચાંદખેડા       ૧.૧૬ લાખ ૪. સાબરમતી    ૧.૧૧ લાખ ૫. રાણીપ          ૧.૧૪ લાખ ૬. નવાવાડજ      ૧.૧૯ લાખ ૭. ઘાટલોડિયા   ૧.૦૪ લાખ ૮. થલતેજ           ૧.૩૦ લાખ ૯. નારણપુરા      ૧.૨૨ લાખ ૧૦. સ્ટેડિયમ       ૧.૨૧ લાખ ૧૧. સરદારનગર  ૧.૨૦ લાખ ૧૨. નરોડા           ૧.૨૨ લાખ ૧૩. સૈજપુર બોઘા ૧.૨૯ લાખ ૧૪. કુબેરનગર      ૧.૧૮ લાખ ૧૫. અસારવા      ૧.૨૨ લાખ ૧૬. શાહીબાગ      ૧.૦૫ લાખ ૧૭. શાહપુર       ૧.૧૫ લાખ ૧૮. નવરંગપુરા    ૧.૧૧ લાખ ૧૯. બોડકદેવ      ૧.૨૮ લાખ ૨૦. જોધપુર        ૧.૨૧ લાખ ૨૧. દરિયાપુર      ૧.૧૭ લાખ ૨૨. ઇન્ડિયા કોલોની   ૧.૦૯ લાખ ૨૩. ઠક્કરબાપાનગર   ૧.૨૪ લાખ ૨૪. નિકોલ        ૧.૧૮ લાખ ૨૫. વિરાટનગર  ૧.૨૭ લાખ ૨૬. બાપુનગર     ૧.૨૧ લાખ ૨૭. સરસપુર      ૧.૨૭ લાખ ૨૮. ખાડિયા      ૧.૨૦ લાખ ૨૯. જમાલપુર    ૧.૨૫ લાખ ૩૦. પાલડી       ૧.૦૭ લાખ ૩૧. વાસણા       ૧.૦૬ લાખ ૩૨. વેજલપુર      ૧.૦૫ લાખ ૩૩. સરખેજ       ૧.૨૨ લાખ ૩૪. મક્તમપુરા    ૧.૨૦ લાખ ૩૫. બહેરામપુરા       ૧.૨૬ લાખ ૩૬. દાણીલીમડા       ૧.૨૦ લાખ ૩૭. મણિનગર       ૧.૨૩ લાખ ૩૮. ગોમતીપુર       ૧.૨૭ લાખ ૩૯. અમરાઇવાડી       ૧.૦૫ લાખ ૪૦. ઓઢવ       ૧.૧૬ લાખ ૪૧. વસ્ત્રાલ       ૧.૧૬ લાખ ૪૨. ઇન્દ્રપુરી       ૧.૧૦ લાખ ૪૩. ભાઇપુરા       ૧.૧૦ લાખ ૪૪. ખોખરા       ૧.૧૦ લાખ ૪૫. ઇસનપુર       ૧.૨૧ લાખ ૪૬. લાંભા       ૧.૨૦ લાખ ૪૭. વટવા       ૧.૨૧ લાખ ૪૮. રામોલ હાથીજણ       ૧.૨૭ લાખ