અમદાવાદઃ અમદાવાદમાં શાહીબાગ BAPS મંદિરના 28 સંત-સ્વયંસેવક કોરોના સંક્રિમત થયા છે. શાહીબાગ ખાતે આવેલા બીએપીએસ મંદિરમાં મનપાએ સંતો અને સ્વયંસેવકો મળી 150 ટેસ્ટ કર્યા હતા. જેમાંથી 28 સંત-સ્વયંસેવક પોઝિટિવ આવ્યા છે. તમામને કોવિડ કેર સેન્ટર અને કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા છે.

બીજી બાજુ અમદાવાદના ગુરૂકુળ વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં મનપાએ કરેલા 289 ટેસ્ટમાં 9 વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે. તો મોટા પાયે કંન્સ્ટ્રકશન સાઇટો પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં 810 જેટલા મજૂરોની તપાસ કરાતા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3 અને મધ્ય ઝોનમાં 2 મજૂરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

નોંધનીય છે કે, ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 1325 નવા કેસ નોંધાતા ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને એક લાખ 375 થઈ ગઈ છે. રાજ્યમાં આજે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3064 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16131 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 81180 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16042 લોકો સ્ટેબલ છે.

ગઇકાલે અમદાવાદ કોર્પોરેશનનમાં 3, રાજકોટ કોર્પોરેશન- 3, સુરત-3, સુરત કોર્પોરેશનમાં 2, ભરુચ-1, ભાવનગર કોર્પોરેશન-1, ગાંધીનગર-1, વડોદરા-1, વડોદરા કોર્પોરેશન-1, મળી કુલ 14 લોકોના મોત થયા હતા.

રાજ્યમાં આજે કુલ 1126 દર્દી સાજા થયા હતા અને 75,487 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 25,59,916 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 80.88 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,54,774 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,54,247 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 527 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.