કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમનએ IIM ખાતે અનેક પ્રશ્નોના ઉત્તર આપ્યા જે સામાન્ય વ્યક્તિઓના દિમાગમાં પુછવામાં આવી રહ્યા હતા. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગે પ્રશ્ન પુછાતા નિર્મલા સીતારમને હાલ એ પ્રશ્નને ધર્મસંકટ ગણાવ્યું છે. મધ્યમ વર્ગના ખિસ્સા ઉપર ભાર પડી રહ્યો છે એ સરકાર જાણે છે. પણ રાજ્ય સરકારને પેટ્રોલ ડીઝલના ભાવ અંગે સજાગ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારએ કરેલા કૃષિ બિલ અંગે પણ નિર્મલા સીતારમનએ મૌન તોડ્યું. તેમણે કહ્યું ત્રણ વખત લોકસભામાં ઉત્તર આપી ચુક્યા છીએ અને કિસાનોને Msp અંગેની ગેરસમજ દૂર કરવા માટે અમે બોલાવ્યા પણ હતા પણ ખેડૂતો આવ્યા નહિ.
હાલ અમદાવાદમાં પેટ્રોલ 88 રૂપિયા 04 પૈસા પ્રતિલિટર મળી રહ્યું છે. તો ડિઝલના ભાવ પ્રતિ લિટર 87 રૂપિયા 54 પૈસા પર સ્થિર છે. ફેબ્રુઆરીમાં 8થી વધુ વખત પેટ્રોલના ભાવમાં વધારો થયો છે.
પેટ્રોલ ડીઝલના ભાવમાં આવેલ આ માટો ઉછાળા માટે સૌથી મોટું કારણ ટેક્સ છે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર એક લિટર પેટ્રોલ પર 168 ટકા ટેક્સ વસુલે છે.