પરેશ ધાનાણીના આ પગલાંની ઠેરઠેર પ્રસંશા થઈ રહી છે તો પ્રજાના સેવકની છાપ પણ ઉમટી હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. અમદાવાદ પોલીસ ન કરી શકી તે પરેશ ધાનાણી કરી બતાવ્યું હતું. પરેશ ધાનાણીએ ટ્રાફિકને કંટ્રોલ કરતાં એ વિસ્તારમાં ટ્રાફિક હળવો થયો હતો.
ઉલ્લેખનીય છે કે, પરેશ ધાનાણી ગઈ 5મીથી ગાંધીનગરમાં બિન સચિવાલય પરીક્ષા રદ કરવાની માંગણી સાથે આંદોલન પર ઉતરેલા ઉમેદવારોનું સમર્થન કરી રહ્યા છે. તેઓ આંદોલનમાં પણ જોડાયા છે. ત્યારે તે રાતે તેમણે આંદોલનકારીઓને પોતે રસોઈ બનાવીને જમાડ્યા હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.