અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાએ ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. તેના કારણે રાજકીય રીતે ખળભળાટ મચ્યો છે ત્યારે રે હવે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પણ જાહેરમાં અસંતોષ વ્યક્ત કરીને કોંગ્રેસ વેતાગીરી પર આકરા પ્રહાર કર્યા છે.

ભીખાભાઈએ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી મુદ્દે જાહેરમાં બળાપો વ્યક્ત કરીને અસંતોષ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસથી નારાજ ભીખાભાઈ જોષીએ જણાવ્યું કે, હું કોંગ્રેસને વફાદાર રહ્યો છું પણ કોંગ્રેસ તેનો યોગ્ય હદલો મને મળ્યો નથી.

તેમણે કહ્યું કે, મને ભાજપ દ્વારા 25 કરોડ રૂપિયા અને મંત્રીપદની ઓફર અપાઈ હતી તેમ છતાં મેં કોંગ્રેસ છોડી નહીં પરંતુ હવે મારા રાજકારણને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોતાના સમર્થકોના સ્થાને વિરોધીઓને કોર્પોરેશનની ટિકીટ ન મળી હોવાના આક્ષેપ સાથે ભીખાભાઈ જોષીએ દુ:ખ વ્યક્ત કર્યુ હતું.