અમદાવાદ: શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા બંગલોઝમાં વટવામાં રહેતા યુવકે જાહેરમાં યુવતીઓને બિભત્સ ચેનચાળા કરતો હતો જે સ્થાનિક લોકો તેને બિભત્સ ચેનચાળા કરતાં જોઈ જતાં યુવકે ઝડપી પાડીને ધોલાઈ કરી હતી. લોકોએ તેને ઈસનપુર પોલીસને હવાલે કરતાં પોલીસે યુવકની ધરપકડ કરી છે.

અમદાવાદના ઇસનપુરમાં આવેલા શ્રીનાથ બંગલોઝમાં સોમવારે બપોરે અજાણ્યો યુવક એક વ્યક્તિના ઘરની બહાર ઉભો રહી પેન્ટ ઉતારી દીધું હતું. ત્યાર બાદ સોસાયટીમાં આવતી-જતી યુવતીઓ અને મહિલાઓને બિભત્સ ચેનચાળા કરતો હતો. જેથી સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા અને તેને ઝડપી પાડ્યો હતો ત્યાર બાદ જાહેરમાં ધોલાઈ કરી હતી.

આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં ઈસનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તેનું નામ નારણ કોસ્ટી હોવાનું જણાવ્યું હતું અને તે વટવામાં રહે છે તેવું કહ્યું હતું.