અમદાવાદ: અયોધ્યામાં પાંચ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના ભૂમિપૂજનની વિધી કરશે. ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થવા ગુજરાતમાંથી પણ કેટલાક સંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓ આજે પ્રસ્થાન કરશે. આ સંતોમાં આણંદ સરસાના અવિચલદાસજી, પરમાત્માનંદજી, પ્રણામી સંત સંપ્રદાયના કૃષ્ણમણીજી મહારાજ, શંભુનાથજી મહારાજ, મહંત સ્વામી મહારાજ, માધવપ્રિયદાસજી, અખિલેશ્વરદાસજી મહારાજ ભૂમિપૂજન કાર્યક્રમ માટે જવાના છે. ગુજરાત વિશ્વ હિંદુ પરિષદ આ તમામ સંતોનું અભિવાદન કરી તેમનું પ્રસ્થાન કરાવશે.
શિલાન્યાસ કાર્યક્રમમાં ગુજરાતમાંથી આમંત્રિત સંતશ્રીઓ મંગળવારે સવારે કર્ણાવતી એરપોર્ટ પરથી અયોધ્યા માટે પ્રસ્થાન કરશે.
શ્રી અવિચલ દાસજી - સરસા, આણંદ
શ્રી પરમાત્માનંદજી - રાજકોટ
શ્રી કૃષ્ણમનીજી મહારાજ - પ્રણામી સંત સંપ્રદાય
શ્રી શંભુનાથજી મહારાજ-ઝાંઝરકા
શ્રી મહંત સ્વામીજી મહારાજ - અક્ષર પુરષોત્તમ
શ્રી માધવપ્રિયદાસજી - છરોળી ગુરુકુલ
શ્રી અખિલેશ્વરદાસજી મહારાજ- કર્ણાવતી
વિશ્વ હિંદુ પરિષદ ગુજરાત દવારા પ.પૂ સંતશ્રીઓનું અભિવાદન કરી તેમનું પ્રસ્થાન કરાવશે.
રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં ગુજરાતમાંથી કયા-કયા સંતોને આમંત્રણ અપાયું? જાણો આ રહ્યું લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2020 07:53 AM (IST)
અયોધ્યામાં પાંચ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના ભૂમિપૂજનની વિધી કરશે. ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થવા ગુજરાતમાંથી પણ કેટલાક સંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -