Ahmedabad News: ગુજરાતમાં હાલ કાળઝાળ (heatwave in Gujarat) ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45ને પાર થઈ ગયો છે. હવામાન વિભાગે (weather department) પણ ગરમીને લઇને પાંચ જિલ્લામાં રેડ એલર્ટ તો અન્ય 20 જિલ્લામાં યલો એલર્ટ (yellow alert) આપ્યું છે. લુ લાગવાથી રાજ્યમાં ઘણા લોકોના મોત થયા છે. આ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા (congress spoke person) મનીષ દોશીએ (manish doshi) મુખ્યમંત્રીને (letter to CM) પત્ર લખી, લુ લાગવાથી મૃત્ય પામનારા લોકોના પરિવારને સહાય આપવા કોંગ્રેસ માંગ કરી છે. ગુજરાતમાં 45 થી 47 ડિગ્રી તાપમાન થતા લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં બીમાર પડી રહ્યા છે, આવા કેસમાં મૃત્યુ પામનારના પરિવારને 4 લાખની સહાય આપવા કોંગ્રેસે માંગ કરી છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી મૃતક પરિવારને વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ છે.


પત્રમાં શું લખ્યું છે મનીષ દોશીએ


કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ તેમના પત્રમાં લખ્યું છે, સમગ્ર દેશમાં અસહ્ય તાપમાન (હીટવેવ) ના કારણે લૂ લાગવાથી સૂર્ય તાપથી ચામડી બળી જવી સહિત કુદરતી આપત્તીની ઘટના વિશેષ જોવા મળી રહી છે. જેમાં ઘણા બધા રાજ્યોમાં નાગરિકો જીવ ગુમાવી રહ્યાં છે. અનેક બિમારીનો ભોગ બની રહ્યાં છે. ગંભીર રીતે હોસ્પીટલમાં દાખલ થઈ રહ્યાં છે. લૂ લાગવાથી બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો વિશેષ ભોગ બની રહ્યાં છે.


ગુજરાતમાં પણ, હીટવેવ ના કારણે લૂ લાગવી,ચામડી બળીજવી અને ઝાડા-ઉલટી સહિત ચક્કર આવવાના બનાવો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. જેમાં સતત ઉમેરો થતો જાય છે. ભારે ગરમી એટલે કે 45 થી 47 ડીગ્રી ધોમધખતા હીટવેવથી સમગ્ર ગુજરાત ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે ત્યારે, લૂ લાગવા (હીટવેવ) ગુજરાતમાં જે નાગરિકોએ જીવ ગુમાવ્યાં છે તેઓને સ્ટેટ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફંડમાંથી મૃત્યુ પામનારના પરિવારને ૪ લાખ રૂપિયાની નાણાંકીય સહાય ચુકવવા માંગ છે.




કાળઝાળ ગરમીના પગલે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. હીટવેવના પગલે ગુજરાતમાં તમામ કોચિંગ ક્લાસ પાંચ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે પણ હજુ આગામી પાંચ દિવસ હિટવેનની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે, ત્યારે આ સમયે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને મહત્વનો નિર્ણય લેતા આગામી 5 દિવસ રાજ્યમાં કોચીંગ કલાસ  બંધ રાખવાનો નિર્ણય લીધો છે.