અમદાવાદમાં રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે આજે મળવાની છે મહત્વની બેઠક. આજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મંદિર ટ્રસ્ટીઓની એક બેઠક મળશે. જેમાં રથયાત્રા નીકળશે કે નહીં તે અંગેના નિર્ણય અને શક્યતાઓ પર ચર્ચા થશે. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને 12 જુલાઈએ રથયાત્રા યોજવી કે નહી તે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રથયાત્રાને લઈને સરકાર અત્યારે કોઈ જ નિર્ણય લેવા નથી માંગતી.. યોગ્ય સમયે રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. કોરોનાની રફ્તાર ઘટી રહી છે. સરકારે દુકાનો અને વ્યાપારિક પ્રવૃતિઓ ચાલુ કરવાની છુટ આપવાની હજુ તો શરૂઆત જ કરી છે. આગામી દિવસોમાં સાવધાની રાખવી પડશે. આગામી દિવસોમાં પરિસ્થિતિ હવે કેવી કરવટ બદલે છે તે જોઈને પછી જ રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે.
નોંધનીય છે કે, અષાઢી બીજે યોજાતી પુરીની રથયાત્રા(jagannath rath yatra 2021) ચાલુ વર્ષે યોજવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોના નિયંત્રણોનું પાલન કરાશે. રથયાત્રામાં શ્રદ્ધાળુઓ હાજરી નહીં આપી શકે. માત્ર પુજારી-સેવકો ભાગ લેશે. ગત વર્ષે સર્વોચ્ચ અદાલતે જાહેર કરેલી ગાઇડલાઇનનું પાલન કરાશે તેમ ઓડિસા સરકારે જાહેર કર્યુ છે.
કોરોના વાયરસ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. ગત વર્ષે પણ કોરોના સંક્રમણના કારણે ભગવાન જગન્નાથની રથ યાત્રા(jagannath rath yatra 2021) શ્રદ્ધાળુઓ વગર જ નિકળી હતી. કોરોના નિયંત્રણોનું પાલન કરાશે.
વિશેષ રાહત આયુક્ત (એસઆરસી) પ્રદીપ જેનાએ આજે કહ્યું કે રથ યાત્રા ઉત્સવ ઉત્સવ સુપ્રીમ કોર્ટે તરફથી જાહેર કરવામાં આવેલા દિશા- નિર્દેશો અનુસાર આયોજન કરવામાં આવશે. સેવકો જેમનો કોરોના રિપોર્ટ નેગિટિવ હોય અને જેમણે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય, તેમને જ ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. માત્ર પસંદગીના સેવકો અને પોલીસ અધિકારીઓને જ રથ ખેંચવાની પરવાનગી આપવામાં આવશે.
દરેક રથને 500થી વધારે વ્યક્તિઓ નહી ખેંચે, તમામનો કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરાશે. રથયાત્રા દરમિયાન સમગ્ર પૂરીમાં કર્ફ્યૂ રહેશે.