અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગામી 1 કલાકમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને પાટણમાં ધોધમારવરસાદ તુટી પડશે તેવી હવામાન વિભાગની આગાહી કરી છે. ત્યારે વરસાદની આગાહી વચ્ચે જ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં અધારું છવાઈ ગયું છે અને વિઝિબિલિટી પણ ઝીરો થઈ ગઈ છે.


હાલ સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં 22 અને 23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. આાગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

હવાના વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 21 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા વધશે તથા 22 અને 23 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાતાં આગામી બે દિવસમાં ગુજરાત જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તેવી સંભાવના છે.

હવાના વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 21 ઓગસ્ટ એટલે આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે જ્યારે 22 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડશે.

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વલસાડ ઉમરગામ અને મહેસાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે બન્ને શહેરોમાં 3.8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

- વલસાડના ઉમરગામમાં 3.8 ઈંચ વરસાદ
- મહેસાણમાં 3.8 ઈંચ વરસાદ
- નર્મદાના ડેડિયાપાડામાં 2.5 ઈંચ વરસાદ
- કચ્છના અંજારમાં 2 ઈંચ વરસાદ
- નવસારીના જલાલપોરમાં 2 ઈંચ વરસાદ
- સુરતના પલસાણામાં 2 ઈંચ વરસાદ
- નવસારીમાં 1.6 ઈંચ વરસાદ