અમદાવાદઃ રામોલમાં એક યુવક પોતાની પત્નિને પોર્ન ફિલ્મોમાં પોર્ન સ્ટાર્સ જે રીતે શારીરિક સુખ માણે છે એ રીતે અલગ અલગ પોઝમાં શારીરિક સંબંધો બાંધવા માટે મજબૂર કરતો હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પત્નિએ પોર્ન ફિલ્મની જેમ શારીરિક સંબંધો બાંધવાની ના પાડતાં પતિએ તેને બેરહેમીથી ફટકારીને અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂકી હતી. યુવતીએ મહિલા હેલ્પલાઈન અભયમના નંબર 181 પર ફોન કરીને મદદ માંગતાં અભયમની ટીમે યુવતીને મદદ પહોંચાડી હતી. અભયમની ટીમ સાથે કાઉન્સેલિંગ બાદ યુવતીએ રામોલ પોલીસ મથકે પતિ તથા સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે.
યુવતીનો પતિ બેંકમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેનાં લગ્ન સમાજની યુવતી સાથે થયા હતાં. યુવતીન ફરિયાદ પ્રમાણે પતિ પહેલેથી પોર્ન સ્ટાર યુવતીઓની જેમ અલગ અલગ રીતે શારિરીક સંબંધ બાંધવા મજબૂર કરતો હતો અને વિરોધ કરે તો ફટકારતો હતો. આ હરકતોથી યુવતી કંટાળી ગઈ હતી તેથી થોડા સમય પહેલાં પતિએ પોર્ન ફિલ્મની જેમ શારીરિક સંબંધ બાંધવાનુ કહેતાં તેણે ઈન્કાર કરી દીધો હતો. પતિએ યુવતીને ફટકારીને કાઢી મૂકતાં તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદઃ યુવક પત્નિને પોર્ન ફિલ્મોની જેમ શારીરિક સંબંધો બાંધવાની પાડતો ફરજ, અકળાયેલી યુવતીએ......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Dec 2020 10:46 AM (IST)
યુવતીએ મહિલા હેલ્પલાઈન અભયમના નંબર 181 પર ફોન કરીને મદદ માંગતાં અભયમની ટીમે યુવતીને મદદ પહોંચાડી હતી. અભયમની ટીમ સાથે કાઉન્સેલિંગ બાદ યુવતીએ રામોલ પોલીસ મથકે પતિ તથા સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -