અમદાવાદમાં કોરોના અટકવાનું નામ નથી લેતો ત્યારે બીજી બાજુ પોશ વિસ્તાર એવા જજીસ બંગલો વિસ્તારમાં એક મહિલાએ કૂદકો મારીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના બનતાની સાથે જ લોકો નીચે દોડી આવ્યા હતાં ત્યાર બાદ પોલીસને જાણ કરાતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
અમદાવાદના પોશ વિસ્તાર એવા જજીસ બંગલો રોડ પર આવેલી બાંગ્લા ચંદ્રસેનમાં રહેતી 55 વર્ષિય મહિલા અદિતિ તનેજાએ સામેના શુભશાંતિ ફ્લેટમાં જઈને કૂદીને આપઘાત કર્યો હતો. મહિલાએ કૂદીને આપઘાત કરતાં જ જોરથી અવાજ આવ્યો ત્યાર બાદ ફ્લેટમાંથી લોકો નીચે દોડી આવ્યા હતાં. આ સમગ્ર ઘટના અંગે પોલીસે જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
અદિતિ નામની મહિલાએ આપઘાત કરતાં એક જ ચર્ચા ચાલતી હતી આ મહિલા કોણ છે જોકે થોડીવાર પછી ખબર પડી કે સામેના બાંગ્લા ચંદ્રસેનમાં રહેતી મહિલા છે. મહિલા આપઘાત કરવાને ઈરાદાથી શુભશાંતિ ફ્લેટ પર આવી હતી તેવું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદના પોશ વિસ્તારમાં 55 વર્ષિય મહિલાએ ફ્લેટમાંથી કૂદીને કર્યો આપઘાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 27 May 2020 02:50 PM (IST)