અમદાવાદ: લગ્નનું નાટક કરીને રૂપયા પડાવતી લૂંટેરી દુલ્હન પોલીસના હાથે ઝડપાઇ છે. મૂળ મહારાષ્ટ્રની યુવતીએ માતા અને ભાઇ સાથે મળીને આ કાવતરૂં રચ્યું હતું. આરોપી યુવતીએ અમરાઇવાડીના એક યુવક સાથે લગ્ન કરી એક લાખ રૂપિયા પડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. યુવતી તેના વતન ભાગવા જાય તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધી. અમરાઇવાડી પોલીસે યુવતી અને તેના ભાઇની ધરપકડ કરી છે. જો કે આરોપી યુવતીની માતા પોલીસ પકડથી બહાર છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.