અમદાવાદઃ શહેરના ખોખરામાં વિચિત્ર ઘટનામાં બેનાં મોત થતા ભારે ચકચાર મચી ગઈ છે. આ વિસ્તારના પરિષ્કાર ફ્લેટના 13માં માળેથી મહિલાએ ઝંપલાવ્યું હતું. આ મહિલા નીચે ઉભેલા યુવક પર પડતાં બંનેના મોત થયા છે. અમરાઈવાડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા અસ્થિર મગજની હોવાની પોલીસને શંકા છે.