અમદાવાદઃ અમદાવાદમાં એક ટોચની કંપનીમાં નોકરી કરતા મેનેજર સામે તેની જ પત્નિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચિરીપાલ ગૃપના મેનેજર હર્ષ દુબે સામે તેની પત્નીએ જ ફરિયાદ નોંધાવી છે કે, છેલ્લા 10 વર્ષથી પતિ તેની સાથે શારીરિક સંબંધ રાખતો નથી અને બેંગકોક થાઇલેન્ડ જઇને અન્ય યુવતીઓ સાથે શરીર સુખ માણીને જલસા કરે છે. પતિ ઘરખર્ચ માટે ફૂટી કોડી પણ આપતો નહોતો તેવી ફરિયાદ પણ યુવતીએ કરી છે. યુવતીએ પતિ હર્ષ ઉમેશચંદ્ર દૂબે સામે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે ઇસનપુરમાં રહેતી 41 વર્ષીય યુવતી છેલ્લા દોઢેક મહિનાથી તેની માતા સાથે રહે છે. 2003માં તેના લગ્ન ચિરીપાલ કંપનીના મેનેજર હર્ષ દૂબે સાથેં થયા હતા. ઉંચો પગાર હોવા છતાં દુબે ઘર ખર્ચ માટે પૈસા આપતો નહોતો. કંટાળીને પત્નીએ પતિ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
દુબે સામે યુવતીએ આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ છેલ્લા દસ વર્ષથી તેની સાથે શારીરિક સંબંધ રાખતો નથી. 2017માં તેના મિત્રો સાથે બેંગકોક અને થાઈલેન્ડ ફરવા ગયો પછી ઘરે આવીને ફોન પર મિત્રો સાથે અન્ય સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધો હોવાની ચર્ચા કરતો હતો. પતિની વાત સાંભવીને ચોંકી ઊઠેલી પત્નીએ પતિને કહ્યું હતું કે, તેઓ તેની સાથે સંબંધ રાખતા નથી અને બહાર જઈને શારીરિક સંબંધ રાખે છે જે યોગ્ય નથી.
આ વાત સાંભળીને દુબેએ ગુસ્સે થઇને પત્નીને માર મારી કપડાં ફાડી નાંખ્યા હતા. પતિનો ત્રાસ સહન કરીને થાકેલી પત્નીએ પતિ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બાદમાં પતિએ પત્ની સામે માફી માંગીને સમાધાન કરી દીધુ હતુ. આ બાદ પણ પતિ અવારનવાર મારઝૂડ કરતો હતો. પતિએ 2017-18માં કાપડના ધંધા માટે વેપારીઓ પાસેથી લીધેલાં નાણાં માટે ઘરે બધા ઉઘરાણી કરવા આવતા હોવાથી યુવતી તેના પુત્ર સાથે પિયરમાં રહેવા જતી રહી હતી.
અમદાવાદઃ ટોચની કંપનીના મેનેજરની પત્નિની ફરિયાદ, મારી સાથે 10 વર્ષથી શારીરિક સંબંધ નથી ને..............જઈ યુવતીઓ સાથે જલસા કરે છે.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Nov 2020 10:56 AM (IST)
છેલ્લા 10 વર્ષથી પતિ તેની સાથે શારીરિક સંબંધ રાખતો નથી અને બેંગકોક થાઇલેન્ડ જઇને અન્ય યુવતીઓ સાથે શરીર સુખ માણીને જલસા કરે છે. પતિ ઘરખર્ચ માટે ફૂટી કોડી પણ આપતો નહોતો તેવી ફરિયાદ પણ યુવતીએ કરી છે.
સાંકેતિક તસ્વીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -