અમદાવાદમાં નાઈટ કરફ્યુ છતાં થર્ટી ફસ્ટની પાર્ટી કરનારા કેટલા દારૂ પીધેલા ઝડપાયા એ જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jan 2021 09:58 AM (IST)
અમદાવાદ પોલીસ દ્વારા મોડી રાત સુધી નાકાબ્ધી કરીને વાહનોનું કડકાઈથી ચેકિંગ કરાયું હતું.
અમદાવાદઃ ગુરૂવારે 2020નો છેલ્લો દિવસ હતો પણ કોરોનાના કારણે થર્ટી ફસ્ટની પાર્ટી કે ઉજવણી પર પ્રતિબંધ હતો. અમદાવાદમાં નાઈટ કરફ્યુ હોવાથી રાત્રે નવ વાગ્યા પછી લોકોના નિકળવા પર જ પ્રતિબંધ હતો. પોલીસે થર્ટી ફસ્ટને ધ્યાનમાં રાખીને જોરદાર નાકાબંધી પણ કરી હતી એ છતાં અમદાવાદમાંથી 50 લોકો પાર્ટી કરીને દારૂ પીને આવતા ઝડપાયા હતા. અમદાવાદ પોલીસ દ્વારા મોડી રાત સુધી નાકાબ્ધી કરીને વાહનોનું કડકાઈથી ચેકિંગ કરાયું હતું. પોલીસ દ્વારા રાત્રે 12 વાગ્યા સુધીમાં જુદાજુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તેમાં 50 લોકો દારૂ પીધેલી ઝડપાયા હતાં. પોલીસે સરખેજમાં 7, વેજલપુરમાં 21, વાસણામાં 14, ઓલિસબ્રિજમાં 5, આનંદનગરમાં 2 અને સેટેલાઇટમાં 1 મળી 50 લોકોને દારૂ પીધેલી ઝડપ્યા હતા. પોલીસ દ્વારા 44 વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા હતાં.