અમદાવાદઃ શહેરના ઇસ્કોન મંદિર પાસે AMTS અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. રૂટ નંબર 501 નંબરની બસ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે. આ અકસ્માતમાં બસીદ ખાન પઠાણ નામના યુવકનું મોત થયું છે.
મળતી વિગતો પ્રમાણે એએમટીએસ બસ નંબર જીજે-1, ડીએક્સ 0216 નંબરની બસ અને જીજે-13, એસી-6571 નંબરની યમાહા બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકનું કમકમાટીભર્યું મોત થયું છે. ઘટનાની જાણ થતા પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.
પાંચ વર્ષમાં AMTS એ કરેલા અકસ્માત
વર્ષ 2015 થી 2020 દરમિયાન કરેલા અકસ્માત મામલે મોટો ખુલાસો થયો છે. વર્ષ 2015 થી 2020 માં 466 વાહનચાલકોને ટક્કર મારી તો 8 ને મોતને ઘાટ ઉતાર્યા છે. વર્ષ 2019-20 માં AMTS ની બસ દ્વારા 43 લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા. ગત સપ્તાહે પણ 501 નંબરની બસ ખાડામાં ઉતરી હતી.