અમદાવાદઃ કોરોનાના સંક્રમણ વચ્ચે અમદાવાદ વાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવેલા બે સર્વે ચિંતાજનક છે. એએમસીના આ સર્વેમાં 40 ટકા દર્દીઓ એન્ટીબોડી જોવા મળી નથી.  એએમસીએ હર્ડ ઇમ્યુનિટી પર બીજો સર્વે કર્યો છે. જેમાં 10 હજાર લોકો પર આ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં માત્ર 23.24 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જો કે હર્ડ ઇમ્યુનિટીમાં 60થી 70 ટકા ઇમ્યુનિટી હોવી જરૂરી છે. તેથી અમદાવાદમાં હજી હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઇ નથી. ICMR ની ગાઈડલાઈન અનુસાર 70 થી 80 ટકા લોકો કોરોના સંક્રમિત થાય તો હર્ડ ઇમ્યુનિટી વિકસી શકે છે.


અન્ય એક સર્વે પણ ચિંતા ઉપજાવે તેવો સામે આવ્યો છે. જે મુજબ કોરોનાથી સંક્રમિત થયેલા લોકોએ સાવધાન રહેવાનું જરૂરી છે. કોરોના પોઝિટિવ થયા બાદ ૪૦% દર્દીઓમાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોવાનું સામે આવ્યું છે. ત્રણથી ચાર માસ બાદ ફરી કોરોનાને મ્હાત આપેલા દર્દીઓ પણ કોરોના પોઝિટિવ બની શકે તેમ સર્વેમાં જણાવાયું છે.

અમદાવાદમાં વધુ 169 નોંધાતા કુલ આંકડો 31847 પર પહોંચ્યો છે. જોકે 26541 દર્દીઓ કોરોનાને મ્હાત પણ આપી ચૂક્યા છે.  રાજ્યમાં સતત બીજા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. બુધવારે 1305 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં બુધવારે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3048 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,948  એક્ટિવ કેસ છે, જ્યારે 80,054 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

રાજ્યમાં 94 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,854 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 99,050 પર પહોંચી છે.
PM મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ હેક, જાણો હેકરે શું કરી માંગ