Amarnath yatra:ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા ત્રીજા દિવસે પણ રોકી દેવામાં આવી હતી. જો કે ફરી આ યાત્રાને આજે લીલી ઝંડી આપવામાં આવી છે.


ત્રણ દિવસ બાદ ફરી અમરનાથ યાત્રા શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ખરાબ હવામાન અને ભૂસ્ખનની સ્થિતિના કારણે પ્રવાસીઓની સુરક્ષા માટે યાત્રા રોકી દેવામાં આવી હતી. શેષનાગ, પંચતરણીથી યાત્રાળુઓને રવાના કરી દેવામાં આવ્યાં છે. પહેલગાવથી પણ યાત્રાળુઓને બાબા બર્ફાનીના દર્શન માટે રવાના કરી દેવામાં આવ્યાં છે.


અમરનાથ યાત્રા શનિવારે સતત ત્રીજા દિવસે પણ  દિવસે સ્થગિત કરવામાં આવી હતી કારણ કે કાશ્મીરના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખરાબ હવામાનને કારણે પહલગામ અને બાલતાલ બંને રૂટ પર મુસાફરી સતત બીજા દિવસે સ્થગિત રહી હતી. શનિવારે સવારે કોઈ પણ ભક્તને અમરનાથ ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.


અધિકારીઓએ જણાવ્યું કે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થવાને કારણે જમ્મુથી યાત્રાળુઓના કોઈ નવા જથ્થાને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે આ હાઈવે બ્લોક થઈ ગયો છે. અગાઉ, કાશ્મીરમાં ઘણી જગ્યાએ વરસાદને કારણે, અમરનાથ યાત્રા શુક્રવારે બંને માર્ગો પર સ્થગિત કરવામાં આવી હતી અને તીર્થયાત્રીઓને બાલતાલ અને નૂનવાન બેઝ કેમ્પ પર રોકી દેવામાં આવ્યા હતા.


આ વિસ્તારમાં ભારે વરસાદને પગલે યાત્રાના બાલટાલ રૂટ પર ભૂસ્ખલન થયું હતું. જો કે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી. એક પોલીસ અધિકારીએ 'પીટીઆઈ-ભાષા'ને જણાવ્યું હતું કે, "ખીણમાં યાત્રા સ્થગિત કરવા અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને શનિવારે સવારે ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રીઓના કોઈ નવા જથ્થાને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી ન હતી." યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કર્યા પછી પહેલગામ બેઝ કેમ્પ પર ભીડને ટાળવા માટે શુક્રવારે 4,600 યાત્રાળુઓનો સમૂહ રામબન જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચંદ્રકોટ ખાતે રોકાયો હતો. જો કે ત્રણ દિવસ બાદ હવામાનમાં થોડો સુઘાર થતાં યાત્રાળુના જતાંને ફરી અમરનાથ માટે રવાના કરવામાં આવ્યા છે.