ફરી AMTS બસે સર્જ્યો અકસ્માત, બે યુવક ઘાયલ
abpasmita.in
Updated at:
07 Sep 2016 05:16 PM (IST)
NEXT
PREV
અમદાવાદઃ શહેરમાં લોકોને ટ્રાંસપોર્ટની સેવા પુરી પાડતી AMTSની બસ અવારનવાર અકસ્માત સર્જીને લોકોના જીવને જોખમમાં મુકી રહી છે. થોડા દિવસ પહેલા પણ નહેરૂબ્રિજ પાસે AMTSની બસે અકસ્માત સર્જીને 2 લોકોના જીવ લીધા હતા. ત્યારે AMTSની બસે વધુ એક અકસ્માત સર્જ્યો હતો. શહેના હિમતલાલ પાર્ક પાસે AMTS બસનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં AMTS બસે બે તરુણોને ટક્કર મારી હતી. તેમજ એક દિવાલમાં બસ ઘુસી ગઇ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને હૉસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -