Gujarat Congress: આણંદ ખાતે કોંગ્રેસનો કાર્યકર સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. મધ્ય ઝોનના પાંચ જિલ્લાના કાર્યકરો સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ચર્ચા  કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે પણ  ચર્ચા કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રભારી  મુકુલ વાસનીક પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાના પ્રમુખ તથા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તથા  ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડા હાજર રહ્યા હતા.


શક્તિ સિંહએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આ સરકારને આદત છે પહેલા આફત આવવા દેવાની અને ત્યારબાદ તેમાંથી અવસર શોધવાનો. અમે બરોડામાં રેલી કરવાના છે તેની ખબર પડી એટલે સરકારે તાત્કાલિક સહાયની જાહેરાત કરી અને આ સહાય પણ અપૂરતી જાહેર કરી છે. આણંદ જીલ્લો તમાકુ બનાવતો જિલ્લો છે ત્યારે જીએસટીના અધિકારીઓ તેમને પરેશાન કરે છે. વરસાદી આપત્તિ ખેડૂતોને ઘણું નુકસાન થયું છે અને તે ભરપાઈ કરવી જરૂરી છે. વર્ષ પૂરું થાય એટલે સરકારને સિદ્ધિઓ દર્શાવવાની આદત છે પરંતુ ખરેખર ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આજે પણ મુશ્કેલીમાં છે. 


મુઠ્ઠીભર ભાજપના લોકોનો જ વિકાસ થયો છે બાકી કોઈનો વિકાસ થયો નથી. વરસાદ બાદ રોગચાળાની સ્થિતિ અંગે સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. કચ્છના લખતર તાલુકામાં 18 લોકોના મૃત્યુ થયા પરંતુ સરકારએ કોઈ કામગીરી કરી નથી. માંડવી અને કચ્છ ધોલેરા ગ્રંથ જાહેર થયો આજે ત્યાં પાણી ભરાયા છે પણ સરકારને ચિંતા નથી.સુરત,અમદાવાદ, વડોદરા કે રાજકોટમાં રોગચાળો ફેલાય, રસ્તા તૂટ્યા, લોકો તકલીફમાં છે પણ સરકારને કોઈ ચિંતા નથી.


મુકુલ વાસનિકે શું કહ્યું?


છેલ્લા દિવસોમાં રાજ્યમાં જે વરસાદી આફત આવી તેમા 17 લોકોના મૃત્યુ થયા પરંતુ સરકાર દ્વારા ફક્ત કેટલાક પરિવારોને રાહત આપવામાં આવી છે અને તે પણ ફક્ત ચાર લાખ રૂપિયા. મૃતક પરિવારને કમસેકમ 25 લાખ અને નાના વેપારીઓને તેમના થયેલા નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા અમે માંગ કરી છે. સરકારને અગાઉથી ખબર હતી કે ભારે વરસાદ થશે પણ ગુજરાત સરકાર તેનાથી થતી આપત્તિને રોકવામાં નિષ્ફળ રહી. ગુજરાત સરકારે ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ તેમની સફળતાના આપેલ રિપોર્ટ અંગે પણ મુકુલ વાસનિક બોલ્યા. ગુજરાતમાં 5 વર્ષના 40% બાળકો પોષક આહારથી વંચિત છે. 65 ટકા ગર્ભવતી માતાઓમાં લોહીની કમી છે. ગુજરાતમાં હાલ બેકારી પણ મોટો પ્રશ્ન છે કોંગ્રેસ હાલ જમીન સ્તરથી સંગઠન મજબૂત કરશે અને તે માટે કાર્યવાહી શરૂ કરી છે.


અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહારો


આજે સમગ્ર ગુજરાત અતિવૃષ્ટિથી પ્રભાવિત છે. લગભગ 70થી વધુ લોકોના મૃત્યુ થયા, કરોડો રૂપિયાના માલ મિલકતને નુકસાન અને ચારે બાજુ તબાહી છતાં સરકારે નથી કેસડોલ આપી, નથી સર્વે થયા, લોકો હેરાન પરેશાન છે. અને મુખ્યમંત્રી 3 વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે. 3 વર્ માં રાજ્યમાં દારૂ, જુગાર અને નકલી સામાનની બદી વધી છે. રાજ્યમાં હજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ નથી. વહીવટદારોનું રાજ્ય આવી ગયું છે અને પ્રજાના પ્રતિનિધિ દૂર થઈ ગયા છે. આ ત્રણ વર્ષમાં સૌથી વધુ જમીનના કૌભાંડ થયા ત્યારે ચારે બાજુ ખનન કૌભાંડ શિક્ષણ કૌભાંડ અને માફિયાઓ બેફામ, આ બધાની સામે મૃદુ કહેવાતા મુખ્યમંત્રી નિષ્ફળ રહ્યા છે.


આ પણ વાંચો...


સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે